Gujarat : અદાણી ફાઉન્ડેશન અને ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ, ગુજરાત સરકાર વિકલાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ પર વિકલાંગ વ્યક્તિઓના જીવનને સશક્ત કરવા માટે એકસાથે આવ્યા છે. આ અંતર્ગત 3 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવતા વિકલાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે અદાણી ફાઉન્ડેશન અને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ ભાગીદારીને આગળ લઈ જવાની વાત કરવામાં આવી હતી.
આ મહેમાનો હાજર રહ્યા હતા
આ કાર્યક્રમમાં વિશેષ અતિથિઓમાં અદાણી ગ્રૂપના ડિરેક્ટર જીત અદાણી, અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વી.એસ. ગઢવી, અતિથિ વિશેષ દિવા શાહ, મુખ્ય અતિથિ કેબિનેટ મંત્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા ભાનુબેન બાબરિયા, અતિથિ વિશેષ મંત્રી ભીખુસિંહ પરમાર અને વિભાગના અગ્ર સચિવ મોહમ્મદ શાહિદ ઉપસ્થિત રહ્યા હતા. જીત અદાણીએ આ અવસરે કહ્યું- હું તમારા બધા વિકલાંગ ભાઈઓ અને બહેનોની અતુલ્ય હિંમત અને પ્રેરણાથી અભિભૂત છું. તમારી આ શક્તિ જોઈને મને જીવનનો સાચો અર્થ સમજાયો.
વિકલાંગ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન
તેમણે વધુમાં કહ્યું કે અદાણી ગ્રુપ વતી હું તમને બધાને ખાતરી આપું છું કે તમારી પ્રગતિ અને સશક્તિકરણ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા અતૂટ છે. અદાણી ફાઉન્ડેશને છેલ્લા 10 વર્ષોમાં કૌશલ્ય વિકાસ કાર્યક્રમો, શિક્ષણ અને રોજિંદા જીવનને સરળ બનાવવા દ્વારા જે કામ કર્યું છે તેના પર મને ગર્વ છે. અદાણી ગ્રુપે પણ દિવ્યાંગોના જીવનની ગુણવત્તા સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અમે વિકલાંગ વ્યક્તિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે કામ કરી રહ્યા છીએ. અમે કચ્છના મુન્દ્રા, ખાવડા અને લખપત તાલુકામાં દિવ્યાંગો માટે કામ કરી રહ્યા છીએ.
સ્વાવલંબન યોજનામાંથી મદદ મળી રહી છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્વાવલંબન કાર્યક્રમ હેઠળ અદાણી ફાઉન્ડેશન વિકલાંગ વ્યક્તિઓના જીવનને સુધારવા માટે કામ કરી રહ્યું છે. બીજી તરફ, ગુજરાત સરકાર વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણની દિશામાં નોંધપાત્ર પગલાં લઈ રહી છે. સ્વાવલંબન યોજના હેઠળ, વિકલાંગ વ્યક્તિઓને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી સાધનો, સંસાધનો અને તકો પૂરી પાડવામાં આવે છે. 2014 માં પ્રોજેક્ટ શરૂ થયા પછી તેમના જીવનની ગુણવત્તામાં સુધારો થયો છે. આ સપોર્ટના વિસ્તરણથી 7,055 વિકલાંગ વ્યક્તિઓને કૌશલ્ય તાલીમ, શૈક્ષણિક સહાય, જોબ પ્લેસમેન્ટ અને ઉદ્યોગસાહસિકતાની તકો મળી છે. સ્વાવલંબન પ્રોજેક્ટની સૌથી મહત્વપૂર્ણ સિદ્ધિઓમાંની એક દિવ્યાંગ રોજગાર મેળો 2023 હતો.

2000 થી વધુ વિકલાંગોને મદદ
મુન્દ્રામાં અદાણી ફિલ્ડ ઓફિસ ખાતે યોજાયેલા જોબ ફેરમાં 250 થી વધુ સહભાગીઓ હતા અને 22 કંપનીઓએ ઇન્ટરવ્યુ લીધા હતા. જેમાં 111 ઉમેદવારોને નોકરી અને પાંચ ઉમેદવારોને સ્વરોજગાર શરૂ કરવા માટે સાધન સહાય મળી હતી. આ અંતર્ગત અત્યાર સુધીમાં 2000 થી વધુ વિકલાંગોને સહાય પૂરી પાડવામાં આવી છે.
Leave a Reply