ધરમપુરનાં પૌરાણિક વિજયાગ્નિ મંદિરના જીર્ણોધ્ધારની તાતી આવશ્યકતા.                              

છેલ્લા ૨૧ વર્ષથી આ મંદિરની કોઈ કાળજી તંત્રએ ના લેતા નામશેષ થવા ભણી ધસી રહ્યું છે

ગુજરાત રાજ્યમાં છેલ્લા ૩૦  વર્ષથી હિંદુવાદી ગણાતી બીજેપી સરકારના રાજ્યમાં સને ૨૦૦૩ થી અત્રેના મનહરઘાટ ખાતેના રાજાશાહી સમયના  નામશેષ થવા ભણી ધસી રહેલા અગ્નિ મંદિરની તંત્ર દ્વારા કોઈ કાળજી ના લેવાતા નામશેષ થવા ભણી ધસી રહ્યું છે.
આપણાં દેશના રજવાડાંઓનું ભારતીય સંઘમાં વિલીનીકરણ થતા અત્રેના મંદિરો ટ્રસ્ટી તરીકેની હેસિયતમા સ્થાનિક મામલતદાર હસ્તક મુકાયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ  રાજાશાહી સમયે રામનગર પ્રાંત તરીકે ઓળખાતા ધરમપુરમાં મનહરઘાટ ઉપર વર્ષો અગાઉં વિજયાગ્નિ મંદિરનું  નિર્માણ કરાયુ હતું.  “વિજયઅગ્નિ મંદિરમ”  નામકરણ થયેલું આ મંદિર  ધરમપુરના રાજવીઓએ બનાવ્યું હતું.  ધરમપુર રાજ્યના મહારાજાઓ  કોઈ પણ રાજ્ય વિરુદ્ધ લડત ચલાવતા પહેલા અથવા કોઈ મહત્વપૂર્ણ મેગા પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા સફળતાના અગ્નિ પ્રગટાવી હવન કરતા અને આ અગ્નિ દેવનો આશીર્વાદ લેતા હતા.  એક રીતે, તે બીજી બાજુ, ઓલ્ડ હેરિટેજનો એક ભાગ છે;  ત્યાં દિવ્યતા છે.  ઇતિહાસકારોએ આ મંદિરો નો અભ્યાસ કરવો જોઈએ.  આ પ્રકારના મંદિરો ભાગ્યે જ જોવા મળે છે  . સદભાગ્યે ધરમપુરને એક સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો મળ્યો છે.  રાજાઓ અને મહારાજાઓએ તેમના અંગત સ્વાર્થ કે લાભ માટે નહીં પણ રાજ્ય માટે અને એના વિકાસ અને સુખ શાંતિ માટે  “દેવ” – “વિજ્યાઅગ્નિ” ની પ્રાર્થના કરી હતી.


રાજાશાહી સમયે આ ઐતિહાસિક મંદિરની દેખરેખ રાખતા  ધરમપુરના સ્વ. કરૂણાશંકર આશરે 30 વર્ષ મંદિરની સેવા બજાવ્યા બાદ સને 1988 માં તેમનું અવસાન થતા આ મંદિરની દેખરેખ સ્થાનિક યુવાન દ્વારા આશરે 15 વર્ષ કરવામાં આવી હતી. જો કે આ યુવાનનું પણ આકસ્મિક મૃત્યું નિપજતા સને 2003 થી આ મંદિરની દેખરેખ લેવાતી બંધ થઇ હતી. જેને પગલે મંદિર બંધ હાલતમાં પડી રહેતા જર્જરીત અને બિસ્માર થતું ગયું છે. હાલે આ મંદિર ઉપર ઘાસ તેમજ તૂટેલા બારી, દરવાજા, છત અને અંદરના ભાગેના અગ્નિ કુંડની આસપાસ માટીના થર જામી ગયા છે. આરસીસીની બેઠક તૂટેલી અવસ્થામાં જોવા મળી રહી છે. પગથિયાં ઉબડખાબડ થવા સાથે આસપાસ લીલ બાઝી ગઈ છે. બીજેપીની સંવેદનશીલ સરકારના લાગતા વગળતા  તંત્રના જવાબદાર અધિકારીઓ લાંબા સમયથી આ મંદિરના રીનોવેશન માટે અવારનવાર જાહેર માંગો ઉઠતી રહ્યા છતાં અગમ્ય કારણોસર દુર્લક્ષ્ય સેવી રહ્યા છે. જેને લઇ ભાવિક ભક્તોની લાગણી દુભાઈ રહી છે. ત્યારે સ્થાનિક તંત્ર સંવેદનશીલતા સેવી બનતી ત્વરાએ ચેતનવંતુ બની ભક્તોની લાગણી અને માગણીને માન આપી રિનોવેશન પ્રક્રિયા હાથ ધરે એ જ સમયની માંગ છે.
Box : મનહરઘાટ ખાતે આ મંદિર ઉપરાંત શિવજીના બે મંદિરો, પુ. રંગ અવધૂત નું મંદિર આવેલા છે. આ મંદિરો આગળ ખાનગી ચાર ચક્રી વાહનોનો કાયમી ખડકલો જામેલો રહે છે. જેને લઇ દર્શનાર્થીઓને અગવડતા અનુભવવી પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *