TVS Jupiter CNG: બજાજ ઓટો બાદ હવે ટીવીએસ મોટર્સ દ્વારા સીએનજી સ્કૂટર લોન્ચ કરવામાં આવનાર છે. આ વર્ષે ઓટો એક્સપોમાં, TVS એ તેનું પ્રથમ CNG સ્કૂટર Jupiter125 રજૂ કર્યું હતું. તે સમયે આ સ્કૂટર ઓટો એક્સપોમાં આકર્ષણનું કેન્દ્ર હતું. કંપનીએ જ્યુપિટરમાં 1.4 કિલોની સીએનજી ફ્યુઅલ ટેન્ક ફીટ કરી છે. આ ફ્યુઅલ-ટેન્કનું પ્લેસમેન્ટ સીટની નીચે બૂટ-સ્પેસ એરિયામાં કરવામાં આવ્યું છે. ઓટો એક્સપોથી આ સ્કૂટરના લોન્ચની રાહ જોવાઈ રહી છે. અગાઉ એવા અહેવાલ હતા કે નવું CNG સ્કૂટર આ વર્ષે મે-જૂનમાં લોન્ચ કરવામાં આવશે. પરંતુ હવે એ વાત સામે આવી છે કે તેને આ મહિનામાં જ લોન્ચ કરવામાં આવી શકે છે.
આ CNG સ્કૂટરમાં 2-લિટરની પેટ્રોલ ફ્યુઅલ ટાંકી પણ છે, જેની નોઝલ આગળના એપ્રોનમાં આપવામાં આવી છે. Jupiter CNG 125cc સિંગલ-સિલિન્ડર એન્જિનથી સજ્જ છે. આ એન્જિન 7.1bhpનો પાવર અને 9.4Nmનો ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. CNG સ્કૂટરની ટોપ-સ્પીડ 80 kmph હશે.
કિંમત અને માઇલેજ
TVSના નવા CNG સ્કૂટરની અપેક્ષિત કિંમત 1 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ એક ખૂબ જ સુરક્ષિત અને CNG સ્કૂટર છે. TVS અનુસાર, Jupiter CNG સ્કૂટર 1 કિલો CNGમાં લગભગ 84 કિલોમીટરની માઇલેજ આપી શકે છે. જ્યારે પેટ્રોલ અને CNG વડે તેને 226 કિલોમીટર સુધી ચલાવી શકાય છે. જ્યારે માત્ર પેટ્રોલ પર ચાલતા સ્કૂટરની સરેરાશ માઈલેજ 40-45 kmpl છે.

નવા Jupiter CNG સ્કૂટરની ડિઝાઈનમાં વધુ ફેરફાર કરવામાં આવશે નહીં. સાઈઝ અને અન્ય ફીચર્સની બાબતમાં તે હાલના પેટ્રોલ સ્કૂટર જેવું જ હશે. હાલમાં ભારતમાં આ સ્કૂટરના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. તેમાં ઘણી ઉપયોગી સુવિધાઓ પણ સામેલ કરવામાં આવશે. તેમાં એક્સટર્નલ ફ્યુઅલ લિડ, ફ્રન્ટમાં મોબાઈલ ચાર્જર, સેમી ડિજીટલ સ્પીડોમીટર, બોડી બેલેન્સ ટેક્નોલોજી, તમામ એક લોક અને સાઈડ સ્ટેન્ડ ઈન્ડિકેટર જેવી સુવિધાઓ છે.
Leave a Reply