Technology News : Google અને Qualcomm એ દુનિયાભરના કરોડો એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ માટે મોટો નિર્ણય લીધો છે. આ બંને ટેક કંપનીઓએ એક નવી ભાગીદારી કરી છે, જેમાં યુઝર્સને 8 વર્ષ માટે OS અપડેટ્સ મળશે. ગૂગલ અને ક્વાલકોમ વચ્ચેની આ ભાગીદારી ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે. યૂઝર્સને જૂના ફોનમાં પણ સોફ્ટવેર અને સિક્યુરિટી અપડેટ્સ મળશે, જેના કારણે તેમનો ફોન નવા જેવો જ રહેશે. હાલમાં, ઘણી કંપનીઓ ફક્ત 3 વર્ષ માટે OS અપડેટ્સ ઓફર કરે છે.
જો કે, વર્ષ 2023 માં, સેમસંગ અને ગૂગલે એક મોટો નિર્ણય લીધો અને વપરાશકર્તાઓને 7 વર્ષ માટે અપડેટ્સ પ્રદાન કરવાની જાહેરાત કરી. આ પછી ઈન્ડસ્ટ્રીમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. હવે ઘણી કંપનીઓએ યુઝર્સને 5 થી 7 વર્ષ માટે ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ આપવાનું શરૂ કરી દીધું છે. ઓપરેટિંગ સિસ્ટમના અપડેટ્સ ન મળવાને કારણે યુઝર્સને ફોનમાં નવા ફીચર્સ મળવાનું બંધ થઈ જાય છે, જેના કારણે યૂઝર્સ 2 થી 3 વર્ષ પછી પોતાનો જૂનો ફોન બદલી નાખે છે.
ફોન 8 વર્ષ સુધી જૂનો નહીં થાય.
Qualcomm અને Google વચ્ચેની આ ભાગીદારીથી હવે એન્ડ્રોઇડ યુઝર્સને 8 વર્ષ સુધી તેમના ફોન બદલવાની જરૂર નહીં પડે. Qualcomm એ એન્ડ્રોઇડ અપડેટ્સ માટે સપોર્ટ વિસ્તારવાનું નક્કી કર્યું છે. તે કંપનીના લેટેસ્ટ સ્નેપડ્રેગન 8 એલિટ પ્રોસેસર સાથે લોન્ચ કરાયેલા ફોન સાથે ઉપલબ્ધ થશે. હાલમાં, Samsung, Realme, iQOO, OnePlus, Xiaomi જેવી બ્રાન્ડ્સે આ પ્રોસેસર સાથે તેમના ફ્લેગશિપ ફોન લોન્ચ કર્યા છે. જો કે, ફોન કેટલા વર્ષ માટે OS અપડેટ્સ મેળવશે તે નિર્ણય સંપૂર્ણપણે સ્માર્ટફોન નિર્માતા પર છે.

આ ભાગીદારીમાં એન્ડ્રોઇડ ફોન મેન્યુફેક્ચરિંગ કંપનીને ક્વાલકોમ દ્વારા ફ્રેમવર્ક સપોર્ટ આપવામાં આવશે. આ અંતર્ગત કંપનીઓ સ્પેસિફિક ઈન્ટિગ્રેટેડ સર્કિટ (ASICe) અને ગૂગલના પ્રોજેક્ટ ટ્રેબિલનો લાભ લઈ શકશે. સ્માર્ટફોન ઉત્પાદકો (OEM) ને અપડેટ માટે વધુ ફેરફારો કરવાની જરૂર રહેશે નહીં. આ ફોનની કિંમત ઘટાડવામાં પણ મદદ કરશે. જો કે, જૂના ક્વાલકોમ પ્રોસેસરવાળા ફોનનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓને લાભ નહીં મળે.
Leave a Reply