[ad_1]
હાઈલાઈટ્સ:
- બે મિત્રો બાઈક પર નવાગામથી ઉધના જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો
- અકસ્માતમાં બચી ગયેલા બીજા યુવકે જણાવ્યું, કેવી રીતે થયો હતો અકસ્માત
- બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ આરંભી
અકસ્માતમાં બાઈક સવાર યુવકનું ગુપ્તાંગ કપાઈ ગયું, દર્દનાક મોત
મીડિયા રિપોર્ટ મુજબ અકસ્માત સર્જ્યા બાદ ઈકો કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માતમાં બાઈક સવાર બે મિત્રોમાંથી એકનું ગુપ્તાંગ કપાઈ જવાને કારણે ઘટનાસ્થળે જ દર્દનાક મોત થયું હતું. જ્યારે બાઈક સવાર બીજા યુવાનના હાથ અને પગ સહિતની નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
સમગ્ર મામલે મીડિયા રિપોર્ટ અનુસાર ગુરુવારે મોડી સાંજે બાઈક પર રાજા અને પવન નામના બન્ને યુવકો નવાગામથી ઉધના જઈ રહ્યા હતા. ત્યારે નવાગામ બ્રિજ પર સામેથી આવતી ઇકો કારે બાઈકને અડફેટે લીધું હતું. જેના કારણે બાઈક હવામાં ફંગોળાઈ ગયું હતું. આ અકસ્માતમાં રાજા નામનો યુવાન બ્રિજ પર બાઈક સાથે ઘસડાયો હતો, આ દુર્ઘટનામાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું. મૃતક યુવક વિધવા માતા અને બહેનનો એકમાત્ર આર્થિક સહારો હતો.
બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત સર્જનાર કારના ચાલક સામે ગુનો દાખલ કરીને તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. અકસ્માતમાં બચી ગયેલા પવને જણાવ્યું હતું કે, નવાગામ બ્રિજ પર સર્પાકાર રીતે ચાલતી ઈકો કાર સામેથી આવી રહી હતી. તે જોઈને બાઈક સાઈડમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં કારે અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માત બાદ મેં તાત્કાલિક બનેવીને ફોન કરી અકસ્માતની જાણ કરતા મદદ મળી હતી. જોકે મારા મિત્ર રાજાનું આ દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું.
[ad_2]
Source link
Leave a Reply