stock market listing: HP Adhesivesનું 16 ટકા પ્રીમિયમે મજબૂત લિસ્ટિંગઃ BSE પર 319ના ભાવે ખુલ્યો – hp-adhesives-list-at-16-premium-over-issue-price

[ad_1]

હાઈલાઈટ્સ:

  • લિસ્ટિંગના એક દિવસ અગાઉ ગ્રે માર્કેટમાં આ શેરમાં રૂ.90થી 100ના પ્રીમિયમે સોદા થતા હતા
  • એચપી એડ્હેસિવ્સનો આઇપીઓ ડિસેમ્બર 15થી 17 વચ્ચે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો
  • કંપનીએ રૂ.262થી રૂ.274ની રેન્જમાં શેર વેચીને રૂ. 125.96 કરોડ એકઠા કર્યા હતા

HP એડ્હેસિવ્સે શેરબજારમાં આજે મજબૂત લિસ્ટિગ કર્યું હતું. બીએસઈ પર આ શેર ઇશ્યૂ પ્રાઈસ કરતા 16.42 ટકા વધીને રૂ.319ના ભાવે લિસ્ટ થયો હતો. નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (એનએસઈ) પર શેર રૂ.315 પર લિસ્ટ થયો હતો. શેરનો ઇશ્યૂ ભાવ રૂ. 274 હતો.

એક્સચેન્જ પર લિસ્ટિંગના એક દિવસ અગાઉ ગ્રે માર્કેટમાં આ શેરમાં રૂ.90થી 100ના પ્રીમિયમે સોદા થતા હતા. એટલે કે શેર સારા ભાવે લિસ્ટ થશે તેવા સંકેત પહેલેથી મળી ગયા હતા.

એચપી એડ્હેસિવ્સનો આઇપીઓ ડિસેમ્બર 15થી 17 વચ્ચે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો. કંપનીએ રૂ.262થી રૂ.274ની રેન્જમાં શેર વેચીને રૂ. 125.96 કરોડ એકઠા કર્યા હતા.
રોકાણકારો તરફથી આ ઇશ્યૂને મિશ્ર પ્રતિભાવ મળ્યો હતો અને તે 21 ગણો છલકાયો હતો. સંસ્થાકીય બિડર્સનો ક્વોટા બમણા કરતા પણ ઓછો છલકાયો હતો. જ્યારે એચએનઆઈના હિસ્સા માટે 19 ગણી બિડ મળી હતી. રિટેલ હિસ્સો 81 ગણો છલકાયો હતો.

એચપી એડ્હેસિવ્સ ચાર ડેપોનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ચલાવે છે જેમાં દિલ્હી, કોલકાતા, બેંગલુરુ અને ઇન્દોરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તે 750થી વધારે વિતરકો ધરાવે છે. તેમની પાસે સમગ્ર ભારતમાં 50,000થી વધારે ડીલર્સ છે. કંપની તેના પ્રોડક્ટ્સનું 21 દેશોમાં વેચાણ કરે છે.

કંપની કન્ઝ્યુમર એડ્હેસિવ્સ અને સિલન્ટની વિશાળ રેન્જનું વેચાણ કરે છે. તેમાં પીવીસી, સીપીવીસી અને યુપીવીસી સોલ્વેન્ટ સિમેન્ટ, સિન્થેટિક રબર એડ્હેસિવ, પીવીએ એડ્હેસિવ, સિલિકોન સિલન્ટ, એક્રિલિક સિલન્ટ, ગાસ્કેટ શેલેક, અન્ય સિલન્ટ અને પીવીસી પાઈપ લ્યુબ્રિકન્ટ્સનો સમાવેશ થાય છે.

કંપનીના ઇશ્યૂમાં પ્રાઈમરી માર્કેટમાંથી રૂ.125.9 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા જેમાં 41.40 લાખ ફ્રેશ ઇક્વિટી શેર્સનો સમાવેશ થતો હતો. તેનું કુલ મૂલ્ય રૂ.113.44 કરોડ હતું જ્યારે 4,57 લાખ ઇક્વિટી શેર્સની ઓફર ફોર સેલ સામેલ હતી જેના દ્વારા રૂ.12.5 કરોડ એકઠા કરવામાં આવ્યા હતા.

કંપની વિશાળ પ્રમાણમાં પ્રોડક્ટનું વેચાણ કરે છે જે મુખ્યત્વે ભારતમાં વેચાય છે. આ ઉપરાંત તે એન્સિલરી પ્રોડક્ટ્સનું પણ વેચાણ કરે છે જેમાં બોલ વાલ્વ, થ્રેડ સીલ અને અન્ય ટેપ્સ, તથા ડ્રેનેજ માટે એફઆરપી પ્રોડક્ટ, આર્કિટેક્ચરલ સોલ્યુશન્સનો સમાવેશ થાય છે.

એચપી એડ્હેસિવ્સનું લિસ્ટિંગ એવા સમયે થયું છે જ્યારે બજારમાં મોટા ભાગના આઇપીઓને રોકાણકારો તરફથી બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. જોકે, તાજેતરના સેલ-ઓફમાં અમુક શેર્સ સારો દેખાવ કરી શક્યા ન હતા.

20થી વધુ સેક્ટર્સની એક્સક્લુઝિવ અને ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા માટે વાંચો ઈકોનોમિક ટાઈમ્સ. સબસ્ક્રાઈબ કરવા માટે ક્લિક કરો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *