Rakesh Jhunjhunwala: ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોનો રૂ.29નો સ્ટોક 3 મહિનામાં કરાવી શકે છે તગડી કમાણી – experts see 45% rise in ₹29 prozone intu properties stock in 3 months which in rakesh jhunjhunwala portfolio

[ad_1]

હાઈલાઈટ્સ:

  • બિગબુલ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં ઘણા સ્મોલકેપ સ્ટોક્સ સામેલ છે
  • પ્રોઝોન ઈન્તુ પ્રોપર્ટીઝના શેરની કિંમતમાં છેલ્લા છ મહિનામાં30 ટકાનો ઘટાડો નોંધાયો છે
  • આ શેરની કિંમત આગામી બેથી ત્રણ મહિનામાં તેની વર્તમાન કિંમત 29 રૂપિયાથી વધીને 42 રૂપિયા સુધી પહોંચી શકે છે

બિગબુલ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં ઘણા સ્મોલકેપ સ્ટોક્સ સામેલ છે. જેમાં પ્રોઝોન ઈન્તુ પ્રોપર્ટીઝ સામેલ છે. છેલ્લા છ મહિનામાં આ શેરની કિંમતમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે પરંતુ હવે તેમાં થોડી અપસાઈડ મૂવમેન્ટ જોવા મળી છે. રિયલ એસ્ટેટના આ સ્ટોકમાં છેલ્લા એક મહિનામાં 7.5 ટકાનો વધારો જોવા મળ્યો છે અને નિષ્ણાતોનું માનવું છે કે રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ સ્ટોક્સ બાઉન્સ બેક કરશે.

સ્ટોક માર્કેટ નિષ્ણાતના મતે નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સે 10 વર્ષનું બ્રેકઆઉટ આપ્યું છે અને તેમ છતાં રિયલ એસ્ટેટ સ્ટોક્સ ખાસ કરીને ઓછી કિંમતના સ્ટોક્સ આગામી ત્રણ મહિનામાં ઉછાળો નોંધાવી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે પ્રોઝોન ઈન્તુ પ્રોપર્ટીઝના શેરની કિંમત આગામી બેથી ત્રણ મહિનામાં તેની વર્તમાન કિંમત 29 રૂપિયાથી વધીને 42 રૂપિયા સુધી પહોંચી શકે છે.
3 મહિનામાં આ 7 શેરોએ કર્યા માલામાલ, જાણો આશીષ કચોલિયાના ફેવરેટ સ્ટોક વિશેઆ સ્ટોક 32 રૂપિયા પર બ્રેકઆઉટ આપી શકે છે અને જો તે 32 રૂપિયાની સપાટી પર સસ્ટેન થવામાં સફળ રહેશે તો આગામી બે-ત્રણ મહિનામાં ઝડપથી વધીને 36 રૂપિયા અને બાદમાં 42 રૂપિયાના સ્તરે પહોંચી શકે છે.

ચોઈસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુમીત બગડિયાએ જણાવ્યું હતું કે, પ્રોઝોન ઈન્તુ પ્રોપર્ટીઝની કિંમત 26થી 30 રૂપિયાની રેન્જમાં જોવા મળી રહ્યો છે. જોકે, આ સ્ટોક 52-વીક હાઈ 56.35 રૂપિયાના સ્તરથી ઘણા ડિસ્કાઉન્ટ પર છે. જો તે 32 રૂપિયાના સ્તરે બ્રેકઆઉટ રહેશે અને એક વખત તે આ લેવલ તોડી તોડી દેશે તો તે બે-ત્રણ મહિનામાં 36 રૂપિયા અને ત્યારબાદ 42 રૂપિયા સુધી પહોંચી શકે છે. જોકે, 25 રૂપિયા સ્ટોપલોસ રાખવાની ભલામણ કરીએ છીએ.
ગડકરી પર કેમ ગુસ્સે થઈ ગયા હતા ધીરુભાઈ અંબાણી અને બાળાસાહેબ ઠાકરે?સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટના રિસર્ચ હેડ સંતોષ મીનાએ જણાવ્યું હતું કે, નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સે તાજેતરમાં જ 10 વર્ષનું બ્રેકઆઉટ છે તેથી મારા માતે રિયલ એસ્ટેટ સેક્ટર બુલિશ રહેશે. ટેકનિકલી તે 24 રૂપિયાના સ્તરે બેઝ બનાવવાનો પ્રયાસ કરશે. તેથી એગ્રેસિવ ઈન્વેસ્ટર્સ 24 રૂપિયાના સ્ટોપલોસ સાથે 40થી 50 રૂપિયા પ્રતિ શેરના ટાર્ગેટ સાથે ખરીદી શકે છે.

જુલાઈથી સપ્ટેમ્બર 2021ના ક્વાર્ટર મુજબ પ્રોઝોન ઈન્તુ પ્રોપર્ટીઝ શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા કંપનીના 31.50 લાખ શેર્સ જે 2.06 ટકા શેર્સ થાય છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *