[ad_1]
Manishkumar Kapadia | I am Gujarat | Updated: Nov 26, 2021, 5:43 PM
મહંત બટુક મોરારીએ એક વિડીયો વાયરલ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. તેઓએ વાયરલ કરેલા વિડીયોમાં એવી ધમકી આપી હતી કે, જો 11 દિવસમાં તેમને 1 કરોડ રૂપિયાની દક્ષિણા નહીં મળે તો ગુજરાતમાં પટેલનું રાજ નહીં રહે
હાઈલાઈટ્સ:
- વિડીયો વાયરલ કરીને મુખ્યમંત્રી પાસે 1 કરોડ રૂપિયાની માંગણી કરનારા મહંતની અટકાયત
- બનાસકાંઠાના વાવના કથાકાર મહંત બટુક મોરારીએ આ વિડીયો વાયરલ કરીને માગ્યા હતા રૂપિયા
- મુખ્યમંત્રીને ધમકી આપાત કહ્યું હતું કે, તમે પણ અકસ્માતમાં માર્યા જશો, હવે આવી દશા થઈ
બનાસકાંઠાના વાવના કથાકાર મહંત બટુક મોરારીએ આ વિડીયો ગઈ કાલે વાયરલ કર્યો હતો. સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધમકી આપતો વિડીયો વાયરલ થયા બાદ એલસીબીએ તેમની અટકાયત કરી છે. એલસીબી પોલીસે મહંત બટુક મોરારીની રેવદરના દાંતરાઈ ગામ નજીકથી અટકાયત કરી છે. બનાસકાંઠા એલસીબી અને વાવ-થરાદ પોલીસની સંયુક્ત કામગીરીમાં આ અટકાયત કરવામાં આવી છે. બટુક મોરારીએ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યો હતો. વિડીયોમાં બટુક મોરારીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે એક કરોડ રૂપિયાની માગણી કરી હતી. જો રૂપિયા પહોંચાડવામાં નહીં આવે તો અકસ્માતની પણ ધણકી આપી હતી.
મુખ્યમંત્રીને આ ધમકી આપી હતી
બટુક મોરારીએ વિડીયો વાયરલ કરીને ધમકી આપી હતી કે, 11 દિવસની અંદર 7 તારીખ સુધીમાં 1 કરોડ રૂપિયા મને ગમે ત્યાંથી મોકલાવી દેજો. નહીં તો ગુજરાતમાં પટેલને રાજ નહીં કરવા દઉં. મુખ્યમંત્રીને ધમકી આપાત કહ્યું હતું કે, તમે પણ અકસ્માતમાં માર્યા જશો. તમને ગાદીએ બેસાડ્યા એટલે એક કરોડની દક્ષિણા પહોંચાડી દેજો, સમજ્યા 1 કરોડ. એક રૂપિયો ઓછો નહીં. આજે 25 તારીખ થઈ છે, એટલે 5મી તારીખ સુધીમાં ગમે તે માણસને મોકલીને મને 1 કરોડ રૂપિયા મોકલાવી દેજો. એટલે ગુજરાતની ગાદી પટેલોની રહેશે, નહીં તો ત્રણ મહિનાની અંદર ઉપાડીને ફેંકી દઈશ. બટુક મોરારી બાપુ બોલુ છું, મહેશ ભગત.
મહત્વનું છે કે, બટુક મોરારીએ એકદમ તોછડી ભાષામાં રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને આ ધમકી આપી હતી. વિડીયોમાં તેઓએ જણાવ્યું હતું કે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હું રામકથાકાર હટુક મોરારી બોલી રહ્યો છું. વાવ-બનાસકાંઠા મહેશ ભગત, બટુક મોરારી. તેમણે પોતાનો મોબાઈલ નંબર પણ આપ્યો હતો. આ ઘટના બાદ પોલીસ પણ સક્રિય બની હતી. પોલીસે વિડીયો વાયરલ કરનારા બટુક મોરારીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જે બાદ ગણતરીના જ કલાકોમાં બટુક મોરારીની અટકાયત કરવામાં આવી હતી. હવે, પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાવના રામકથાકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપી ખૂલ્લી ધમકી
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link














Leave a Reply