lucknow cab driver: 22 લાફા ખાનારા કેબ ડ્રાઇવરે રાજકારણમાં ઝંપલાવ્યું, પુરુષોના હક માટે લડશે – up lucknow cab driver saadat ali joined politics after beaten by girl

[ad_1]

હાઈલાઈટ્સ:

  • પીડિત કેબ ડ્રાઇવરનું કહેવુ છે કે, ન્યાય ના મળવાને લીધે એણે રાજકારણમાં ઝંપલાવ્યું છે
  • કેબ ડ્રાઇવર અસાદત અલીને યુવતીએ જાહેરમાં લાફા માર્યાનો વિડીયો વાયરલ થયો હતો
  • પોલીસ તપાસમાં કેબ ડ્રાઇવર નિર્દોષ હોવાનો ખુલાસો થયો હતો, યુવતી સામે કાર્યવાહી થઇ હતી

લખનઉઃ ઉત્તર પ્રદેસના લખનઉમાં યુવતીની દંબગગીરીનો ભોગ બનનારા કેબ ડ્રાઇવર અસાદત અલીએ રાજકારણમાં એન્ટ્રી લીધી છે. લખનઉમાં થપ્પડ ગર્લ પ્રિયદર્શની યાદવ દ્વારા 22 લાફા ખાઇને કેબ ડ્રાઇવર સઆદત અલી ચર્ચાનો વિષય બન્યો હતો. હવે કેબ ડ્રાઇવર પુરુષોના હક માટે લડાઇ લડવા રાજકારણમાં પ્રવેશ્યો છે અને શિવપાલ સિંહ યાદવની પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી સાથે જોડાયો છે.

રાજકારણમાં પ્રવેશવા મુદ્દે કેબ ડ્રાઇવરનું કહેવુ છે કે, તે દેશમાં એવા પુરુષો માટે લડવા ઇચ્છે છે જેઓ મહિલાઓથી પીડિત છે. સઆદત અલી હવે દેશભરમાં કેબ ડ્રાઇવર્સની સાથે ઉભા રહીને પુરુષો માટે અવાજ ઉઠાવશે. કેબ ડ્રાઇવરના કહેવા મુજબ, દેશમાં અનેક એવા કેસ છે જેમાં પુરુષોનું સાંભળવામાં આવતુ નથી, એવામાં મને પણ અત્યાર સુધી ન્યાય મળ્યો નથી. પરંતુ હવે હું રાજકારણમાં પ્રવેશ મેળવીને એના સહારે ન્યાય મેળવીશ અને અન્ય પુરુષોની મદદ કરીશ.

આ મુદ્દે કેબ ડ્રાઇવરના વકીલનું કહેવુ છે કે, હજુ સુધી એને ન્યાય નથી મળ્યો આથી એ રાજકીય પાર્ટીમાં જોડાયો છે.

નોંધનીય છે કે, આ વર્ષે 30 જુલાઇએ લખનઉનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, આ ઘટના લખનઉના બારાબિરવા ચોકડીની હતી જ્યાં કેબ ડ્રાઇવરને પ્રિયદર્શની યાદવ નામની યુવતીએ જાહેરમાં 22 લાફા માર્યા હતા. આ ઘટનાનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો.

આ કેસની તપાસમાં સામે આવ્યું હતું કે કેબ ડ્રાઇવર નિર્દોષ હતો, જે પછી પોલીસે યુવતી વિરુદ્ધ લૂંટ, મારઝૂડ સહિત ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.
રાજકારણના ‘Wrestling’માં ઝંપલાવશે ખલી? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ચર્ચા વધી‘હું અટકીશ નહીં, આ મારું કામ છે’ Two Indias વિડીયો પર વિવાદ વચ્ચે વીર દાસે આપી પ્રતિક્રિયાવડોદરા ગેંગ રેપમાં નવો ખુલાસોઃ યુવતીએ મેસેજમાં કહ્યું હતું, મારૂ કિડનેપ થયું છે, મને મારી નાખશે, પ્લીઝ બચાવી લો

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *