jain diksha: સંસારની મોહમાયા ત્યજી આધ્યાત્મના માર્ગે 8 સમૃદ્ધ પરિવાર, સુરતમાં લેશે દીક્ષા – 75 people to take diksha at adhyatmik nagri in surat on monday

[ad_1]

હાઈલાઈટ્સ:

  • સાંસારિક જીવનનો ત્યાગ કરી આધ્યાત્મિક નગરીમાં દીક્ષા લેશે આઠ સમૃદ્ધ પરિવાર
  • યોગતિલકસુરેશ્વરજી મહારાજના માર્ગદર્શનમાં ઓછામાં ઓછા આઠ પરિવાર દીક્ષા લેશે
  • કરોડોનું ટર્નઓવર ધરાવતી કંપનીના સીએ પણ બધું ત્યાગ કરીને સોમવારે દીક્ષા લેશે

ભરત યાજ્ઞિક, અમદાવાદઃ મુંબઈના 43 વર્ષના વેપારી મુકેશ સંઘવી સુરતના વેસુ વિસ્તારમાં બંનેલી આધ્યાત્મિક નગરીમાં દીક્ષા લેવાના છે. તેમના પત્ની શિલ્પા (ઉંમર 42), પુત્ર કેઓશા (ઉંમર 14) અને તેમની દીકરી પણ તેમની સાથે આધ્યાત્મિક યાત્રામાં જોડાશે.

‘મેં પારિવારિક જીવનનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો હતો અને મારા પરિવારને પણ તે અંગે જાણ કરી હતી. તેમણે તરત જ સૂચન આપ્યું હતું કે, તેઓ પણ આમ કરશે’, તેમ સંઘવીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું. ‘અમે જીવનના તમામ પાસાઓ જોયા છે. અમે એક મધ્યમ-વર્ગીય પરિવારનો સંઘર્ષ જોયો છે અને ધંધાથી થયેલી આવકે અમને યુરોપથી આફ્રિકા તેમજ અમેરિકા અને સિંગાપોર સુધીના દેશોમાં ફરવા માટે સક્ષમ બનાવ્યા છે. પરંતુ ગુરુના આશીર્વાદ મેળવવાથી અમને અત્યંત ખુશી મળશે’, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ ઐતિહાસિક કાર્યક્રમમાં યોગતિલકસુરેશ્વરજી મહારાજના માર્ગદર્શનમાં ઓછામાં ઓછા આઠ પરિવાર દીક્ષા લઈ રહ્યા છે. સોમવારે યોજાનારા કાર્યક્રમમાં 75 લોકો દીક્ષા લેશે. આયોજકે જણાવ્યું હતું કે, દીક્ષાર્થીઓમાંથી 14 કરોડપતિ છે અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાંથી આવે છે.

55 વર્ષીય અમિશ દલાલ મુંબઈમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરી છે. ‘અમારી કંપનીનું ટર્નઓવર કરોડોમાં છે. પરંતુ આ વર્ષો બાદ પણ, તે વસ્તુ નથી જે મને ખુશી આપે છે’, તેમ દલાલે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ‘હું ધર્મની કૃપા ઈચ્છું છું અને સ્વની ખોજના માર્ગ પર ચાલવા માગુ છું’.

દલાલનો પરિવાર મૂળ ગુજરાતના ખંભાતનો વતની છે અને સ્કૂલના દિવસોમાં તેઓ ટોપ રેન્કર હતા. ઈવેન્ટની દેખરેખ રાખનારા ટ્રસ્ટી રવીન્દ્ર શાહે કહ્યું હતું કે, દીક્ષાર્થીઓ 7થી 70 વર્ષની ઉંમરના છે. કુલ 38 પુરુષો અને 37 મહિલાઓ દીક્ષા લેશે.

અન્ય એક આયોજક હિતેશ મોતાએ જણાવ્યું હતું કે, ‘આ કદાચ સૌથી મોટો દીક્ષા મહોત્સવ છે, જેમાં ઘણા દીક્ષાર્થીઓ જૈન સાધુ અને સાધ્વીઓ બનશે. અગાઉના કાર્યક્રમમાં લગભગ 69 લોકોએ દીક્ષા લીધી હતી’.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *