Gujarat : ખેલ મહાકુંભ 2025 3.0નો પ્રારંભ રાજ્ય સરકારની સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા 4 જાન્યુઆરીએ રાજકોટથી કરવામાં આવશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી Bhupendra Patel, રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને દિગ્ગજ ખેલાડીઓની સાથે રાજ્ય કક્ષાના કેન્દ્રીય કેડરના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ એથ્લેટિક ગ્રાઉન્ડ ખાતે યોજાશે. સાંજે 5 થી 7 દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલય ખાતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન થશે,જેમાં સૌરાષ્ટ્રના 10 હજારથી વધુ ખેલાડીઓ ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત કલેક્ટર આલોક ગૌતમે જણાવ્યું હતું કે, ખેલાડીઓને લાવવા માટે 100 વિશેષ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે, રાજકોટ શહેર અને જિલ્લાના ખેલ મહાકુંભમાં 2.83 લાખ સાપ નોંધાયા છે. તેમજ રાજ્યમાંથી 71 લાખથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રમતોત્સવમાં વિવિધ 24 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ 4 જાન્યુઆરીથી શરૂ થશે અને ફાઇનલ ગેમ્સ માર્ચ મહિનામાં યોજાશે.
રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના રમતોત્સવનું ઉદ્ઘાટન થશે. આ ઉદ્ઘાટન દરમિયાન કેન્દ્ર તેમજ રાજ્યના ઘણા દિગ્ગજ ખેલાડીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટીના અધિકારીઓ આજથી રાજકોટ પહોંચી ગયા છે. સ્થળ પર તેમજ કલેકટર સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. ઉપરાંત કાર્યક્રમની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી રહી છે. આ રમતોત્સવમાં દિવ્યાંગો સહિત અનેક સ્પર્ધકો પણ ભાગ લઈ શકશે.

મુખ્યમંત્રીના કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાની સાથે સાથે રાજ્યના અન્ય શહેરોમાંથી પણ ખેલાડીઓ ભાગ લે તે માટે હાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને આ કાર્યક્રમમાં 10 હજારથી વધુ ખેલાડીઓ ઉપસ્થિત રહેશે. સ્ટેટ સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા રાજકોટમાં કેમ્પ ગોઠવવામાં આવ્યો છે અને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
Leave a Reply