Gujarat Head Clerk Paper Leak Case: હેડ કલાર્ક પેપર લીક કેસ: પોલીસે આરોપીઓ પાસેથી ઉમેદવારોની વિગતો મેળવી! – gujarat head clerk paper leak case police get details of candidates from accused

[ad_1]

હાઈલાઈટ્સ:

  • 12મી ડિસેમ્બરે લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થવાના મામલે પોલીસે વધુ 3ની ધરપકડ કરી
  • હેડ કલાર્કની પરીક્ષાનું પેપર સાણંદ ખાતે પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું હોવાનું સામે આવ્યું
  • પોલીસે અત્યાર સુધી 77 ઉમેદવારોના નામ અને સરનામા મેળવ્યા હોવાનું જાણવા મળ્યું છે

ગાંધીનગર: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 12મી ડિસેમ્બરે લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થવાના મામલે પોલીસે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાણંદ ખાતે આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં પરીક્ષાનું પેપર છપાવા ગયું હતું. ત્યાંથી આ પેપર લીક કરીને લાખો રૂપિયામાં વેચવાના કૌભાંડમાં પોલીસે અત્યાર સુધી 11 આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પૂછપરછ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી ઉમેદવારોની વિગતો પણ મેળવી હોવાનું સૂત્રો મુજબ જાણવા મળ્યું છે. પોલીસે અત્યાર સુધી 70થી વધુ ઉમેદવારોના નામ અને સરનામા મેળવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

રવિવારે અભય ચૂડાસમાએ કરી હતી પ્રેસ કોન્ફરન્સ
ઉલ્લેખનીય છે કે, રવિવારે ગાંધીનગરના રેન્જ આઈજી અભય ચૂડાસમાએ પેપર લીક કેસનો ભેદ ખોલતા જણાવ્યું હતું કે, સાબરકાંઠા પોલીસ સાથે સંકલનમાં રહીને ગુનાનો ભેદ ઉકેલવા ગાંધીનગર એસપી મયુર ચાવડાએ અલગ-અલગ ટીમ બનાવી હતી. જેમાં ટેક્નિકલ એનાલિસિસિ અને હ્મુમન સોર્સિસથી તમાસ કરવામાં આવી હતી. જેમાં પોલીસે ભાગેડું આરોપી જયેશ પટેલ તથા દેવલ પટેલની પરીક્ષા અગાઉની ગાંધીનગર ખાતેની તથા પરીક્ષા કેન્દ્રો આસપાસની મૂવમેન્ટ ટ્રેસ કરી હતી.

પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું હેડ કલાર્ક પરીક્ષાનું પેપર
પરીક્ષા પહેલા સંપર્કમાં રહેલા દીપક પટેલને પકડીને પોલીસે એલસીબી કચેરી લવાયો હતો. જેમાં પૂછપરછ દરમિયાન દીપકે જણાવ્યું હતું કે, નરોડા ખાતે રહેતા મંગેશ શશીકાંત શિરકે પાસેથી તેણે પેપર મેળવ્યું હતું 9મી ડિસેમ્બરના રોજ 9 લાખમાં આ પેપર દેવલ પટેલ અને જયેશ પટેલને આપ્યું હતું. મંગેશને ઝડપીને પોલીસે પૂછપરછ હાથ ધરતાં પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હોવાનું બહાર આવ્યું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *