[ad_1]
હાઈલાઈટ્સ:
- આખરે રદ થઈ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષા
- 12 ડિસેમ્બરે પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું, તમામ આરોપીની ધરપકડ: હર્ષ સંઘવી
- ગૌણ સેવા આયોગ સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષા રદનો કરવાનો નિર્ણય લેવાયો
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, પેપર લીક કાંડમાં સામેલ તમામ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને આરોપીઓને સજા કરવા માટે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે અને તેમને એવી કડક સજા કરવામાં આવશે કે ભવિષ્યમાં ફૂટેલા પેપર કોઈ હાથમાં પણ નહીં પકડે.
સંધવીએ વધુમાં જણાવ્યું કે, 88 હજાર ઉમેદવારોએ હેડ કલાર્કની પરીક્ષા આપી હતી, જેથી તેમના હિતમાં આગામી માર્ચ મહિનામાં ફરીવાર હેડક્લાર્કની પરીક્ષા લેવાશે. નવી પદ્ધતિથી પરીક્ષા લઈ શકાય તે માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરાઈ છે. 70 પરીક્ષાર્થીઓએ પેપર લીધા હતાં તેમને પણ છોડાશે નહીં. હવે એવી વ્યવસ્થા સાથે પરીક્ષા લેવાશે કે ગેરરીતિની કોઈ તક નહીં રહે. પેપર લેનારને એવી સજા કરાશે કે વર્ષો સુધી બહાર નહીં આવી શકે.
મુખ્ય આરોપી જયેશ પટેલ ઝડપાયો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ કલાર્ક પરીક્ષાના પેપર લીક કેસમાં ભાગેડુ આરોપી જયેશ પટેલની પોલીસે ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, 2 પરીક્ષાર્થી પણ ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા બંને પરીક્ષાર્થી હિંમતનગરના હોવાનું સામે આવ્યું છે.
[ad_2]
Source link
Leave a Reply