Gold Silver Price:સોનું અને ચાંદી ખરીદનારાઓને રાહત, ભાવમાં ભારે ઘટાડો.

Gold Silver Price:સોનું અને ચાંદી ખરીદનારાઓને સોમવારે રાહત મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, સોનાની કિંમત 0.28 ટકા ઘટીને રૂ. 77,101 પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદીની કિંમત 0.08 ટકા ઘટીને રૂ. 89,149 પ્રતિ કિલો પર આવી હતી.

સોનું રૂ. 79,700 પ્રતિ 10 ગ્રામ પર લગભગ સ્થિર, ચાંદી રૂ. 230 ઘટી.
શુક્રવારે સોનાની કિંમત 79,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર લગભગ સ્થિર રહી હતી. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશને આ વાત જણાવી. ગુરુવારે સોનાનો ભાવ 79,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. શુક્રવારે ચાંદીની કિંમત 230 રૂપિયા ઘટીને 90,400 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ચાંદી રૂ. 90,630 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. જોકે શુક્રવારે 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત 130 રૂપિયા વધીને 79,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. LKP સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસિસ (કોમોડિટી અને કરન્સી)ના વાઇસ પ્રેસિડેન્ટ જતિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “ઘરેલું બજારમાં સોનાના ભાવમાં નજીવો વધારો નોંધાયો હતો, જ્યારે કોમેક્સ સોનું $2,655 પ્રતિ ઔંસ આસપાસ સ્થિર રહ્યું હતું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *