Gold Rate Today: આજે પણ સોમવારના ઘટાડા બાદ સોના-ચાંદીની ખરીદી કરનારાઓને રાહત મળી હતી. આજે બંનેના વાયદાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, સોનાનો ભાવ નજીવો ઘટીને રૂ. 77,152 પ્રતિ 10 ગ્રામ થયો હતો, જ્યારે ચાંદીનો ભાવ 0.16 ટકા ઘટીને રૂ. 90,413 પ્રતિ કિલો થયો હતો. અગાઉ 6 જાન્યુઆરીએ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
કિંમત 5000 રૂપિયા વધી શકે છે.
દેશમાં સોનાની કિંમતો ફરી એકવાર તોલા દીઠ 4000 થી 5000 રૂપિયા સુધી વધી શકે છે. આનું સૌથી મોટું કારણ એ છે કે સરકાર છેલ્લા બજેટમાં સોનાની કિંમતો પર ઘટાડેલી ડ્યૂટી પાછી ખેંચી લેવાનું વિચારી રહી છે. જો નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આગામી બજેટમાં ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં સોના પરની ડ્યુટી વધારવાની જાહેરાત કરશે તો તેની સીધી અસર સોનાના ભાવ પર જોવા મળશે. ગત બજેટ દરમિયાન જ્યારે સરકારે સોનાના ભાવ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી ત્યારે એક જ દિવસમાં સોનું 4000-5000 રૂપિયા પ્રતિ તોલા સસ્તું થઈ ગયું હતું, પરંતુ હવે સરકાર દ્વારા ડ્યૂટી ઘટાડવાના કારણે વિપરીત પરિણામ જોવા મળી રહ્યું છે દેશમાં સોનાની આયાત વધી છે જે સરકાર માટે માથાનો દુખાવો બની રહી છે.

કારણ કે સરકારનું આયાત બિલ બે કોમોડિટી પર વધી રહ્યું છે, એક ક્રૂડ ઓઈલ અને બીજું સોનું. સોનાની વધતી જતી આયાત અને ડોલર સામે રૂપિયાના સતત ઘટાડાને અંકુશમાં લેવા માટે સરકાર આ બજેટમાં સોના પરની ડ્યૂટી ઘટાડવાના નિર્ણયની સમીક્ષા કરશે. સમીક્ષા બાદ જો સોનાના ભાવ પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવે તો સોનાના ભાવ વધી શકે છે.
Leave a Reply