Gold price: સોનું 4,622 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું.

Gold price:સામાન્ય રીતે લગ્નની સિઝનમાં સોનાના દાગીનાની માંગ વધી જાય છે, પરંતુ આ વખતે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડિસેમ્બરમાં લગ્નોની સંખ્યામાં વધારો થવા જઈ રહ્યો છે અને સામાન્ય રીતે દુલ્હન માટે સોનાની ખરીદી આ સમય સુધીમાં શરૂ થઈ જવી જોઈએ, પરંતુ સોનાના ભાવમાં તાજેતરના ઘટાડાથી ગ્રાહકોએ ખરીદી કરવાનું બંધ કરી દીધું છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા બાદ ડોલરની કિંમતમાં વધારો થયો છે, જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ટ્રમ્પ ચૂંટણી જીત્યા ત્યારથી સોનાની કિંમત 4,622 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટી છે. અહેવાલો અનુસાર, જ્યારે 5 નવેમ્બરે ટ્રમ્પની જીતની પુષ્ટિ થઈ ત્યારે સોનાની કિંમત ₹78,566 પ્રતિ 10 ગ્રામ હતી, જે હવે ઘટીને ₹73,944 થઈ ગઈ છે, એટલે કે 6.25%નો ઘટાડો.

આ ઘટાડા છતાં પણ સોનું ગયા વર્ષની સરખામણીએ 17% મોંઘુ વેચાઈ રહ્યું છે. ડૉલરની મજબૂતીથી સોનાના ભાવ પર દબાણ આવ્યું છે અને ડૉલર ઇન્ડેક્સમાં વધારાની અસર સોનાના ભાવ પર પડી છે.

સોનાના વેપારીઓ અને જ્વેલર્સ પણ આ ઘટાડાને કામચલાઉ ગણીને સ્ટોક ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં, લોકો નાના જ્વેલરી પીસ ખરીદી રહ્યા છે, પરંતુ જ્વેલર્સને અપેક્ષા છે કે ડિસેમ્બર સુધીમાં ભાવ વધુ ઘટશે, જેના કારણે ખરીદદારોની સંખ્યામાં વધારો થશે.

ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી કાઉન્સિલના વાઇસ ચેરમેન રોકડેએ જણાવ્યું હતું કે સોનાના ભાવમાં ઘટાડો અસ્થાયી છે. ડિસેમ્બર સુધીમાં ખરીદદારો માટે કિંમતો આકર્ષક બની શકે છે અને જ્યારે ટ્રમ્પ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં તેમની આર્થિક નીતિઓ જાહેર કરશે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ટ્રોય ઔંસ દીઠ ₹3,000 સુધી વધી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *