gold silver price:ગુરુવારે (26 ડિસેમ્બર) સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, સોનાની ભાવિ કિંમત 0.48 ટકા વધીને રૂ. 76,634 પ્રતિ 10 ગ્રામ પર છે, જ્યારે ચાંદીની કિંમત 0.38 ટકા વધીને રૂ. 89,669 પ્રતિ કિલો છે.
સોનું રૂ.100 તૂટ્યું, ચાંદી રૂ.500 મજબૂત.
આ પહેલા મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 100 રૂપિયા ઘટીને 78,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. અખિલ ભારતીય બુલિયન એસોસિએશને આ માહિતી આપી છે. સોમવારે સોનાનો ભાવ 78,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. જોકે, ચાંદી રૂ. 500 વધી રૂ. 90,500 પ્રતિ કિલો પર પહોંચી હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ચાંદી રૂ. 90,000 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત પણ મંગળવારે 100 રૂપિયા ઘટીને 78,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી.
Leave a Reply