Budget 2025 : નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ સ્પીચમાં કાર, મોબાઈલ અને ટીવી જેવી અનેક પ્રોડક્ટ્સ પર કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. નાણામંત્રીએ કેન્સરની સારવારમાં વપરાતી 36 જીવનરક્ષક દવાઓ પરની મૂળભૂત ડ્યુટી ઘટાડી દીધી છે. તેનાથી આ દવાઓના ભાવમાં ઘટાડો થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ સતત આઠમું બજેટ છે. આ વખતે પણ તે પરંપરાગત ‘બહી-ખાતા’ સ્ટાઈલ બેગમાં લપેટી ડિજિટલ ટેબલેટ દ્વારા બજેટ રજૂ કરી રહી છે.
આ ખનિજો પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો.
નાણામંત્રીએ કોબાલ્ટ પાવડર અને લિથિયમ આયન બેટરી વેસ્ટ, સ્ક્રેપ અને અન્ય 12 ખનિજો પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી પર સંપૂર્ણ મુક્તિ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેનાથી ભારતમાં મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે અને રોજગારી પણ વધશે.
આ ઉત્પાદનો સસ્તા બન્યા.
>> ટીવી
>> મોબાઈલ
>> ઇલેક્ટ્રિક કાર
>> ev બેટરી
>> કેન્સર દવાઓ
>> જીવન રક્ષક દવાઓ
Leave a Reply