વડોદરા: નામચીન બુટલેગર અલ્પુ સિંધીના આગોતરા જામીન કોર્ટે રદ કર્યા

[ad_1]

વડોદરા, તા. 24 નવેમ્બર 2021 બુધવાર

બાપોદ પોલીસ મથકે નોંધાયેલા દારૂના ગુનામાં આગોતરા જામીન મેળવ્યા બાદ શરત મુજબ પોલીસ મથકે હાજર ન થનાર નામચીન બુટલેગર અલ્પુ સિંધીના આગોતરા જામીન અદાલતે રદ કરી વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ કર્યો છે.

બાપોદ પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નામદાર કોર્ટે અલ્પેશ ઉર્ફે અલ્પુ સિંધી હરદાસમલ વાઘવાણી ( રહે -સંત કબીર કોલોની, વારસિયા ,વડોદરા) ને આગોતરા જામીન ઉપર મુક્ત કર્યો હતો. જેમાં બાપોદ પોલીસ મથકે શરત મુજબ 04થી જૂનના રોજ તપાસ અમલદાર સમક્ષ હાજર રહેવા ફરમાન કર્યું હતું. 

જોકે અલ્પુ સિંધીએ હાજર નહીં થઈ કોર્ટના હુકમની શરતોનું ઉલ્લંઘન કર્યું હતું. જેથી સરકાર તરફે બાપોદ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર દ્વારા કેન્સલેશન ઓફ બેલની અરજ ગુજારવામાં આવી હતી . જે અરજ તરફી ડીજીપી અનિલભાઈ દેસાઈએ દલીલો કરી હતી. 

પોલીસની પૂછપરછમાં અલ્પુ સિંધીની પત્નીએ છેલ્લા ચાર મહિનાથી અલ્પુ સાથે સંપર્ક ન હોવાનું જણાવ્યું હતું. અદાલતે નોધ્યું હતું કે, હુકમની શરતોનો ઇરાદાપૂર્વક ભંગ કર્યો હોવાનું રેકોર્ડ ઉપરથી સ્પષ્ટ પણે જણાઇ આવે છે. જેથી એપ્રિલ મહિના દરમિયાન મંજુર કરવામાં આવેલા આગોતરા જામીન રદ કરી આરોપી વિરૂદ્ધ વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ કર્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *