[ad_1]

વડોદરા, તા. 27 ડિસેમ્બર
વડોદરા જિલ્લાના છોટાઉદેપુર વડોદરા રોડ ઉપર ડભોઇ વેગા ચોકડી પાસે બ્રિજના છેડે જિલ્લા પોલીસની શાખા ૩૧મી ડિસેમ્બરના અનુસંધાનમાં પેટ્રોલિંગ તેમજ વોચમાં હતી ત્યારે બાતમીના આધારે છોટાઉદેપુર તરફથી આવતા નિલેશ રમેશ રાઠવાને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની સાથે હાલ સિંધરોટમાં રહેતા મૂળ રાજસ્થાની સત્યનારાયણ મુલારામજી જાટ અને રાકેશ મગના રામ જાટને પણ ઝડપી પાડયા હતા. પોલીસે નિલેશ અને રાકેશ પાસેથી 2 માઉઝર 2 મોબાઇલ કબજે કર્યા હતા. કયા ઇરાદે માઉજર લઈને બંને ફરતા હતા અથવા કોને વેચાણ આપવાની હતી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
[ad_2]
Source link













Leave a Reply