[ad_1]
અમદાવાદ, શનિવાર
અમદાવાદના સરદાર
વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતેથી નવેમ્બર મહિનામાં ૬.૮૨ લાખ ડોમેસ્ટિક અને ૬૫ ૭૮૨ ઇન્ટરનેશનલ
એમ કુલ ૭.૬૨ લાખથી વધુ મુસાફરોએ અવર-જવર કરી હતી. જેની સરખામણીએ ઓક્ટોબર મહિનામાં કુલ
૫.૫૮ લાખ મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. આમ, દિવાળીની રજાઓને પગલે ઓક્ટોબર કરતાં નવેમ્બરમાં
મુસાફરોની અવર-જવરમાં ૩૫%થી વધુનો વધારો નોંધાયો છે.
અમદાવાદ એરપોર્ટ
ખાતે ૬ મહિના અગાઉ જૂનમાં ૨.૨૩ લાખ ડોમેસ્ટિક અને ૯૨૮૮ ઇન્ટરનેશનલ મુસાફરોની અવર-જવર
નોંધાઇ હતી. આમ, ૬ મહિનામાં અમદાવાદ એરપોર્ટ ખાતે કુલ મુસાફરોની અવરજવરમાં ૩ ગણોથી
પણ વધુનો વધારો થયો છે. નવેમ્બર મહિનામં અમદાવાદ એરપોર્ટ ખાતેથી કુલ ૫૨૬૦ ડોમેસ્ટિક
ફ્લાઇટમાં ૬.૮૨ લાખ જ્યારે ૬૦૬ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ૭૯૯૮૩ મુસાફરોની અવર-જવર હતી.
આમ, પ્રત્યેક ડોમેસ્ટિક ફ્લાઇટમાં સરેરાશ ૧૩૦ જ્યારે પ્રત્યેક ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં
સરેરાશ ૧૩૨ મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. જેની સરખામણીએ ઓક્ટોબર મહિનામાં પ્રત્યેક
ડોમેસ્ટિક ફ્લાઇટમાં સરેરાશ ૧૦૩ અને પ્રત્યેક ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ૧૨૬ મુસાફરો હતા.
દિવાળીની રજાઓને પગલે ફ્લાઇટમાં અવર-જવર કરતાં મુસાફરોની સંખ્યામાં વધારો નોંધાયો હતો.
અમદાવાદ એરપોર્ટ
ખાતે નવેમ્બર મહિનામાં પ્રત્યેક દિવસે સરેરાશ ૨૫૪૦૨ મુસાફરો-૧૯૫ ફ્લાઇટની જ્યારે ઓક્ટોબર
મહિનામાં પ્રત્યેક દિવસે સરેરાશ ૧૮૦૨૭ મુસાફરો-૧૭૦ ફ્લાઇટની અવર-જવર નોંધાઇ હતી. અમદાવાદ
એરપોર્ટમાં દરરોજ અવર-જવર કરતાં મુસાફરોનું પ્રમાણ ૨૫ હજારને પાર થયું હોય તેવું માર્ચ
૨૦૨૦માં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારબાદ પ્રથમવાર બન્યું હતું. આ ઉપરાંત ફેબુ્રઆરી
૨૦૨૦ બાદ અમદાવાદ એરપોર્ટમાં નોંધાયેલી વિદેશી મુસાફરોની સૌથી વધુ અવર-જવર નવેમ્બર
૨૦૨૧માં નોંધાઇ છે.
નવેમ્બર ૨૦૨૧માં
સુરત એરપોર્ટમાં દરરોજના ૪૧૧૧, વડોદરા એરપોર્ટમાં ૨૭૪૫ જ્યારે રાજકોટ એરપોર્ટમાં ૨૦૧૧
મુસાફરોની સરેરાશ અવર-જવર નોંધાઇ હતી. સુરત એરપોર્ટમાં ગત મહિને કુલ ૩૨૭૨ ઇન્ટરનેશનલ
પેસેન્જરની અવર-જવર હતી.
નવેમ્બરમાં ડોમેસ્ટિક
પેસેન્જર-ફ્લાઇટની અવર-જવર
એરપોર્ટ કુલ મુસાફર કુલ ફ્લાઇટ
અમદાવાદ ૬,૮૨,૦૯૬ ૫,૨૬૦
સુરત ૧,૨૩,૩૪૬ ૧,૧૧૬
વડોદરા ૮૨,૭૩૧ ૫૩૭
રાજકોટ ૬૦,૪૩૪ ૪૭૪
કંડલા ૮,૬૭૦ ૧૨૬
જામનગર ૭,૦૮૬ ૯૪
દીવ ૩,૮૧૧ ૧૧૬
પોરબંદર ૧,૭૩૯ ૩૬
ભૂજ ૨,૨૬૧ ૩૬
ભાવનગર ૬,૩૧૨ ૧૨૬
[ad_2]
Source link
Leave a Reply