[ad_1]
હાઈલાઈટ્સ:
- કંપનીના બિઝનેસમાં એગ્રો કોમોડિટી, કિંમતી ધાતુઓ, મિનરલ્સ અને મેટલ ઓર, કોલ, કોકનો સમાવેશ
- ખોટમાં તીવ્ર ઘટાડો કરીને કંપનીનું મેનેજમેન્ટ કંપનીને ફરીથી પાટા પર લાવવામાં સફળ
- આઠમી જૂને કંપનીએ બાવન સપ્તાહની ટોચ નોંધાવી હતી ત્યાર બાદ શેર ઘટ્યો
તે એક સ્મોલકેપ કંપની છે જેની બજારમૂડી રૂ.689 કરોડની છે. કંપનીએ છેલ્લા 3 વર્ષ દરમિયાન તેની ચોખ્ખો ખોટમાં 94 ટકા સુધી ઘટાડો કર્યો છે. કંપનીનું મેનેજમેન્ટ કંપનીને ફરીથી પાટા પર લાવવામાં સફળ રહ્યું છે.
કંપનીએ તેના રોકાણકારોને 2021માં 41.74 ટકાનું અસાધારણ વળતર આપ્યું હતું. આ રીતે તેણે વિસ્તૃત બજારને આઉટપરફોર્મ કર્યું હતું. એક મહિનાના ટૂંકા ગાળામાં સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના શેરે 18 ટકા વળતર આપ્યું છે અને આ સમયગાળામાં તેણે વળતર આપવામાં ઘણી સમકક્ષ કંપનીઓને પાછળ રાખી દીધી છે.
આઠમી જૂને કંપનીએ બાવન સપ્તાહની ટોચ નોંધાવી હતી. ત્યાર પછી તેના ભાવમાં એક તીવ્ર ઘટાડો આવ્યો હતો અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેમાં 37 ટકા ઘટાડો થયો હતો. જોકે, છેલ્લા બે ટ્રેડિંગ સત્રમાં તેમાં વિશાળ પાયે ખરીદી જોવા મળી હતી અને શેર 28 ટકા કરતા વધુ ઊંચકાયો છે. આજે પણ આ શેર 8 ટકાથી વધુ વધ્યો હતો. તેમાં ઉપરની બાજુએ મોમેન્ટમ જળવાઈ રહ્યું છે.
શેરના ભાવની આ વૃદ્ધિને વધતા વોલ્યુમનો ટેકો મળ્યો છે. તે દર્શાવે છે કે બજારના સહભાગીઓ તેમાં ખરીદી કરવામાં રસ લઈ રહ્યા છે.
છેલ્લા ટ્રેડિંગ સત્રમાં MACDમાં બુલિશ ક્રોસઓવર જોવા મળ્યું હતું અને તે આ ટ્રેન્ડમાં થઇ રહેલા ફેરફારનો નિર્દેશ કરે છે. ડેઈલી આરએસઆઈ 37થી વધીને 70 થયો છે જે આ શેરની મજબૂતી દર્શાવે છે.
ટ્રેન્ડ ઇન્ડિકેટર એડીએક્સ વધી રહ્યો છે અને તે 20થી ઉપર છે. એટલે કે તે ટ્રેન્ડની મજબૂતીનો અણસાર આપે છે.
મજબૂત પ્રાઈસ એક્શન અને વધતા વોલ્યુમને ધ્યાનમાં રાખતા આ શેર મજબૂત અપટ્રેન્ડ માટે તૈયાર છે તેમ કહી શકાય. તે આગામી સમયમાં વધુ ઊંચી વેલ્યુ પર ટ્રેડ થાય તેવી ધારણા છે.
[ad_2]
Source link
















Leave a Reply