[ad_1]
હાઈલાઈટ્સ:
- ચોટિલા બાદ સુરેન્દ્રનગરમાં શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો
- ફરિયાદને ઘણો ટાઈમ થયો છતાં કાર્યવાહી ન થતાં ન્યાય માટે રઝળતો પરિવાર
- સુરેન્દ્રનગરમાં રડતાં-રડતાં દીકરીને શોધી લાવવા પરિવારની પોલીસને આજીજી
છોકરીના માતા-પિતા ન્યાય માટે રઝળી રહ્યા છે
મીડિયા રિપોર્ટ અનુસાર ઘટના અંગે કરેલી પોલીસ ફરિયાદને દોઢ મહિનો વિતવા છતાં પણ કાર્યવાહી ન થતાં છોકરીના માતા-પિતા ન્યાય માટે રઝળી રહ્યા છે. માતાએ રડતાં-રડતાં પુત્રીને શોધી લાવવા માટે પોલીસને આજીજી કરી હતી કે, મારી 17 વર્ષની દીકરીને ટ્યૂશન ક્લાસિસ ચલાવતો શિક્ષણ ભગાડીને લઈ ગયો છે. એ હવે જીવે કે મરી ગઈ છે એની પણ ખબર નથી. વિશ્વાસ ટ્યૂશન ક્લાસિસનો સુનિલ દાવડા નામનો શિક્ષક મારી દીકરીને ભગાડી ગયો છે. હજી સુધી એની કોઈ ભાળ મળી નથી.
દીકરીને મારી પાસે હાજર કરો, માતાની પોલીસને આજીજી
માતાએ વધુમાં કહ્યું કે, હું બધાને પગે લાગીને વિનંતી કરું છું કે, મારી દીકરીને મારી પાસે હાજર કરો. લાચાર માતા-પિતા ન્યાય માટે રડી રરહ્યા છે. ન્યાય માટે રઝળપાટ કરતા દીકરીના માતા-પિતાએ પોલીસ કામગીરી ન કરતી હોવાના પણ આક્ષેપ કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચોટિલા બાદ હવે સુરેન્દ્રનગરમાં શિક્ષણને કલંકિત કરતો વધુ એક કિસ્સો સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
[ad_2]
Source link














Leave a Reply