sukesh chandrashekhar: મની લોન્ડ્રિંગ કેસઃ જેલમાં બંધ ઠગ સુકેશનું દુઃખ, કહ્યું ‘મારી સાથે કોઈ વાત નથી કરતું’ – 200 crore money laundering case sukesh chandrashekhar said no one is talking to me in jail

[ad_1]

હાઈલાઈટ્સ:

  • જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે અઠવાડિયામાં એકવાર પત્નીને મળવાની માગી પરવાનગી
  • સુકેશ ચંદ્રશેખરે કહ્યું ‘જેલના અધિકારીઓ અન્ય કેદીઓને મારી સાથે વાત કરવા દેતા નથી’
  • ડોક્ટરે વ્યસ્ત રહેવાનું કહ્યું હોવાથી મારે જેલમાં ટીવીની જરૂર છેઃ સુકેશ ચંદ્રશેખર

એક સમયે 200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરની આગળ-પાછળ જેક્લિન ફર્નાન્ડિઝ અને નોરા ફતેહી ફરતી હતી અને આજે કોઈ કેદી પણ તેની સાથે વાત કરવા માટે તૈયાર નથી. મની લોન્ડ્રિંગ તેમજ અન્ય કેસનો સામનો કરી રહેલા સુકેશના કહેવા પ્રમાણે કે, જેલના સત્તાધીશો તેને પરેશાન કરી રહ્યા છે. તેણે કહ્યું કે, જેલના અધિકારીઓ તેને અન્ય કેદીઓ સાથે વાતચીત કરવા દેતા નથી અને તેના કારણે તે માનસિક રીતે પરેશાન છે. તેણે જેલમાં એક ટીવીની જરૂર હોવાની માગ કરી તેમજ કહ્યું કે, તે અઠવાડિયામાં એકવાર તેની પત્નીને મળવા ઈચ્છે છે પરંતુ જેલના સત્તાધીશો તેની મંજૂરી આપી રહ્યા નથી.

‘શીના બોરા જીવિત છે અને કાશ્મીરમાં છે’, માતા ઈન્દ્રાણી મુખર્જીએ કર્યો ચોંકાવનારો દાવો
સુકેશ ચંદ્રશેખરે પટિયાલા કોર્ટમાં કમ્પ્લાયન્સ નોટ પણ દાખલ કરી છે. જેમાં તેણે કહ્યું છે કે ‘મને માનસિક રીતે પરેશાન કરવામાં આવી રહ્યો છે અને આ મામલે ખૂબ જલ્દી સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરવાનો છું. જેલની હોસ્પિટલમાં પહેલાથી જ મારી સારવાર કરવામાં આવી રહી છે અને હું પરેશાન છું. મને બે તાળામાં બંધ કરી દેવામાં આવ્યો છે અને જેલના સત્તાધીશો સીસીટીવી કેમેરાની મદદથી મારા પર નજર રાખી રહ્યા છે. હું સમજી શકતો નથી કે, મારી સાથે આખરે આવું કેમ થઈ રહ્યું છે’.

50 વર્ષની દર્દીના શરીરમાંથી નીકળી 156 પથરી, 3 કલાક ચાલ્યું ઓપરેશન
સુકેશે નોટમાં આગળ કહ્યું છે કે ‘મને ડર લાગે છે અને જેલના અધિકારીઓને તે આદેશ આપવામાં આવે કે મને એક તાલાવાળા દરવાજાની અંદર રાખવામાં આવે. જેલમાં દરેક કેદીને ટીવી આપવામાં આવ્યું છે પરંતુ મને તે સુવિધા આપવામાં આવી નથી. જેલના સાઇકિયાટ્રિસ્ટે મને પોતાને વ્યસ્ત રાખવાનું કહ્યું છે. હું મારી પત્ની લીના મારિયા પોલને મળવા માગુ છું અને જેલના મેન્યુઅલ પ્રમાણે તેની મંજૂરી છે. મને અઠવાડિયામાં એકવાર મારી પત્નીને મળવાની પરવાનગી આપવી જોઈએ’. આ બાદ તિહાડ જેલના સત્તાધીશો પોતાનો જવાબ રજૂ કરી શકે છે.

સુકેશે જેક્લિન ફર્નાન્ડિઝને ઘણી મોંઘી ગિફ્ટ આપી હતી. રિપોર્ટ્સ પ્રમાણે, જેક્લિનને સુકેશ તરફથી ગુચીનું જીમ વેઅર, ગુચીના જૂતા, રોલેક્સ ઘડિયાળ, 15 જોડી ઈયરરિંગ્સ, 5 બિરકિન બેગ્સ, હર્મ્સ બેંગલ્સ અને એલી બેગ્સ જેવી મોંઘી ગિફ્ટ મળી હતી. આ સિવા. સુકેશે જેક્લિનને એક મિની કૂપર પણ ભેટ કરી હતી. ચાર્જશીટનું માનીએ તો જેક્લિનની માતાને સુકેશે પોર્શ કાર પણ આપી હતી. ઈડીની પૂછપરછ દરમિયાન નોરા ફતેહીએ પણ સુકેશે તેને બીએમડબ્લ્યૂ ગિફ્ટમાં આપી હોવાનું કહ્યું હતું. સુકેશની પત્ની લીના મારિયાએ નોરાને એક મહેંગી ગુચીની બેગ અને આઈફોન ગિફ્ટમાં આપ્યો હતો. નોરા ફતેહીએ જણાવ્યું હતું કે, લીનાએ એક પાર્ટી દરમિયાન આ ગિફ્ટ આપી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *