Gujarat: દિવાળી અને છઠ પૂજા દરમિયાન રેલવે સ્ટેશનો પર લોકોની ભીડને જોતા દેશના ઘણા રેલવે ઝોને ઘણા સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર કામચલાઉ પ્રતિબંધ લગાવી દીધો છે. આમાં પશ્ચિમ રેલવેનો પણ સમાવેશ થાય છે. પશ્ચિમ રેલવેએ ગુજરાતમાં વાપી, વલસાડ, ઉધના અને સુરત સહિત મુંબઈ સેન્ટ્રલ, દાદર, બાંદ્રા ટર્મિનસ, બોરીવલી અને વસઈ રોડ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.
કારણ શું છે?
રવિવારે સવારે મુંબઈના બાંદ્રા ટર્મિનસ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે નવ લોકો ઘાયલ થયા હતા. તહેવાર દરમિયાન ઘરે જવા માટે રેલ્વે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી. બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન બાંદ્રા રેલ્વે સ્ટેશન પર પહોંચતા જ તેમાં ચઢવા માટે ધસારો થયો હતો. જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી, મધ્ય રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો.

કેવી રીતે બની દુર્ઘટના?
દિવાળી અને છઠના તહેવારોને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં લોકો તેમના વતન જવાની યોજના બનાવીને બાંદ્રા ટર્મિનસ પહોંચ્યા, જ્યાં ઘણા મુસાફરો પ્લેટફોર્મ પર પહોંચતાની સાથે જ અનરિઝર્વ્ડ ટ્રેનમાં ચઢવા દોડી ગયા. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે આ ઘટના સવારે 5.56 વાગ્યે બની હતી. તેમણે કહ્યું કે બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 1 પર મોટી સંખ્યામાં લોકો ટ્રેન 22921 બાંદ્રા-ગોરખપુર અંત્યોદય એક્સપ્રેસમાં ચઢવા માટે એકઠા થયા હતા. ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે કેટલાક લોકો બે કોચની વચ્ચે આવીને પ્લેટફોર્મ પર પડ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે લોકો કોચ સાથે અથડાયા બાદ અથવા બે કોચ વચ્ચેની જગ્યામાં પડી જવાથી ઘાયલ થયા હતા. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાનો અને સ્થાનિક લોકો ઘાયલોને ભાભા હોસ્પિટલમાં લઈ ગયા.














Leave a Reply