rajasthan ashok gehlot: રાજસ્થાનમાં 11 કેબિનેટ અને 4 રાજ્ય મંત્રીઓએ લીધા શપથ, ગહલોત સરકારનું નવુ મંત્રીમંડળ તૈયાર – rajasthan ashok gehlot govt take oath in new cabinet of state govt

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ગહલોત કેબિનેટમાં 11 કેબિનેટ મંત્રી અને 4 એ રાજ્ય મંત્રી પદે શપથ લીધા
  • અનુસૂચિત જાતિ-જનજાતિના ચાર ધારાસભ્યોને પણ સ્થાન મળ્યું છે
  • રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારમાં ત્રણ મહિલા મંત્રીને પણ સ્થાન મળ્યું છે

જયપુરઃ રાજસ્થાનની કોંગ્રેસ સરકારમાં ભારે ઉથલ-પાથલ પછી આજે અશોક ગહલોત સરકારના નવા મંત્રીમંડળની રચના થઇ ચૂકી છે. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રએ કોંગ્રેસ ધારાસભ્ય મહેંદ્રજીત સિંહ માલવીય, રામલાલ જાટ, મહેશ જોશી અને વિશ્વેન્દ્ર સિંહ સહિત કુલ 15 ધારાસભ્યોને મંત્રી પદ માટે શપથ લેવડાવ્યા છે. નવા મંત્રીમંડળમાં સચિન પાયલટના કેટલાક મંત્રીઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

અશોક ગહલોત સરકારના નવા મંત્રીમંડળમાં સામેલ 11ને કેબિનેટ મંત્રી તરીકે જ્યારે 4ને રાજ્ય મંત્રી પદના શપથ લેવડાવ્યા છે. કોંગ્રેસે આ મંત્રીમંડળની પુનઃરચનાાં ગહલોત અને પાયલટ એમ બંને ગ્રુપ વચ્ચે સંતુલન જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે અને એજ હિસાબથી ધારાસભ્યોને મંત્રી પદ સોંપ્યા છે. ગહલોત મંત્રીમંડળમાં અનુસૂચિત જાતિ-જનજાતિના ચાર ધારાસભ્યોને પણ સ્થાન મળ્યું છે.

રાજસ્થાનની રાજધાની જયપુરમાં યોજાયેલા આ શપથ ગ્રહણ સમારોહમાં રમેશ મીળા, મમતા ભૂપેશ બૈરવા, ભજન લાલ જાટવ અને ટીકારામ જૂલીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. આ સિવાય ગોવિંદ રામ મેઘવાલ અને શકુંતલા રાવતે પણ રાજસ્થાન સરકારમાં કેબિનેટમાં મંત્રી પદ સંભાળ્યું છે. બૃજેન્દ્ર સિંહ ઓલા અને મુરારી લાલ મીળાએ કેબિનેટમાં રાજ્ય મંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપલ લીધા છે. રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારમાં ત્રણ મહિલા મંત્રીને પણ સ્થાન મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં અશોક ગહલોત સરકાર આગામી મહિને પોતાના કાર્યકાળના 3 વર્ષ સમાપ્ત કરવા જઇ રહી છે અને પહેલીવાર કેબિનેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *