PM Modi અને અમિત શાહે પુલવામાના શહીદોને આપી શ્રદ્ધાંજલિ.

PM Modi : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2019ના પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે આવનારી પેઢીઓ તેમના બલિદાન અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના અતૂટ સમર્પણને ક્યારેય ભૂલી શકશે નહીં. વર્ષ 2019માં આ દિવસે આતંકવાદીઓએ પુલવામામાં મોટો હુમલો કર્યો હતો, જેમાં દેશના 40 જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો પર આત્મઘાતી હુમલો કર્યો હતો. આ હુમલાના 12 દિવસ બાદ જ ભારતે પાકિસ્તાન પાસેથી બદલો લીધો અને 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી. આ સર્જિકલ સ્ટ્રાઈકમાં ભારતીય સેનાએ જૈશના ઘણા આતંકીઓને ઠાર કર્યા હતા.

“2019 માં પુલવામામાં આપણે ગુમાવેલા હિંમતવાન નાયકોને શ્રદ્ધાંજલિ. આવનારી પેઢીઓ તેમના બલિદાન અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના અતૂટ સમર્પણને ક્યારેય ભૂલી શકશે નહીં,” વડા પ્રધાને ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.

આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’- શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ શુક્રવારે 2019માં જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા CRPFના 40 જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર આતંકવાદીઓને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે કટિબદ્ધ છે અને તેણે આતંકવાદ માટે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી છે.

એલજી મનોજ સિન્હાએ શ્રદ્ધાંજલિ આપી હતી
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ X દ્વારા 2019ના પુલવામા હુમલાના શહીદોને ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે તેઓ 2019ના જઘન્ય પુલવામા હુમલાના હિંમતવાન શહીદોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. માતૃભૂમિની સેવામાં તેમનું સર્વોચ્ચ બલિદાન હંમેશા યાદ રહેશે. આપણા બહાદુર વીરોની હિંમત અને નિઃસ્વાર્થ પ્રતિબદ્ધતા પેઢીઓને પ્રેરણા આપતી રહેશે.

પુલવામા હુમલાના 6 વર્ષ
પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોને લઈ જતી બસ પર હુમલો કર્યો હતો, જેમાં 40 જવાનો શહીદ થયા હતા. થોડા દિવસો પછી, ભારતીય વાયુસેનાના ફાઇટર પ્લેન્સે પાકિસ્તાનની અંદર આતંકવાદી તાલીમ શિબિરો પર બોમ્બમારો કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *