nfhs survey: 30% સ્ત્રીઓએ પતિ દ્વારા ‘મારઝૂડ’ને યોગ્ય ગણે છે, કારણ પણ જણાવ્યા – nfhs survey report said that woman justify beating by her husband

[ad_1]

હાઈલાઈટ્સ:

  • NFHS Surveyમાં 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સ્ત્રીઓને સામેલ કરવામાં આવી હતી
  • 3 રાજ્યો તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટકની મોટાભાગની સ્ત્રીઓ મારઝૂડને યોગ્ય માને છે
  • કોરોના કાળમાં સ્ત્રી સામે ઘરેલુ હિંસા સહિત દુષ્કર્મ અને ગેંગરેપના ગુના વધ્યા છે

નવી દિલ્હીઃ વિતેલા વર્ષોમાં ભારતમાં સ્ત્રીઓ વિરુદ્ધ ઘરેલુ હિંસા સહિત ગુનાઓમાં ભારે વધારો થયો છે. આ મામલે ભારતીય કાયદા વ્યવસ્થા પણ કડક કાયદા લાવી ચૂકી છે અને દેશભરમાં અનેક સંસ્થાઓ આ સંદર્ભે કામ કરી રહી છે. જોકે ઘરેલુ હિંસાને લઇને દેશના 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 14થી 30% સ્ત્રીઓનું માનવુ છે કે, પતિ દ્વારા કેટલીક પરિસ્થિતિઓમાં કરવામાં આવતી મારઝૂડ યોગ્ય છે. આ ખુલાસો રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ સર્વેક્ષણ દરમિયાન સામે આવ્યો છે.

NFHS Survey મુજબ, 3 રાજ્યો તેલંગાણા (84%), આંધ્ર પ્રદેશ (84%), કર્ણાટક (77%)ની મોટાભાગની સ્ત્રીઓ પુરુષો દ્વારા પોતાની પત્નીઓની મારઝૂડને યોગ્ય માને છે. મણીપુર (66%), કેરલ (52%), જમ્મુ-કાશ્મીર (49%) મહારાષ્ટ્ર (44%) અને પશ્ચિમ બંગાળ (42%), જેવા અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મોટાભાગની સ્ત્રીઓએ પતિ દ્વારા પોતાની પત્નીઓની મારઝૂડને એકદમ ઠીક ગણી છે.

આ સર્વેમાં મોટાભાગની સ્ત્રીઓએ પાછળના અનેક કારણ પણ ગણાવ્યા છે. જેમાં પત્ની વિશ્વાસઘાતી હોવાનો શક, સાસરી પક્ષના લોકો સાથે ગેરવર્તૂંણક, વધારે પડતી જીભાજોડી, પતિ સાથે શારીરિક સંબંધથી ઇનકાર, પતિને જાણ કર્યા વગર બહાર જવુ, બાળકોની ઉપેક્ષા અથવા સારું ખાવાનું ના બનાવે, જેવા કારણોને ગણાવ્યા છે. આ કારણ પૈકી સૌથી સામાન્ય કારણમાં ઘરે બાળકોની ઉપેક્ષા અને સાસરિયા પ્રત્યે અનાદર રાખવો, સામેલ છે. સર્વેમાં સામેલ 18માંથી 13 રાજ્યોની સ્ત્રીઓ મોટેભાગે આ કારણને વ્યાજબી ઠેરવ્યું છે.

જોકે પતિ દ્વારા પત્નીઓની મારઝૂડને વ્યાજબી ગણાવતી સૌથી ઓછી મહિલાઓ હિમાચલ પ્રદેશની છે. જોકે એક વાસ્તવિકતા એ પણ છે કે, કોરોના કાળ દરમિયાન દેશભરમાં સ્ત્રીઓ સામે ઘરેલુ હિંસા અને દુષ્કર્મ સહિત ગેંગરેપના કેસમાં ખૂબ જ વધારો થયો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *