[ad_1]
હાઈલાઈટ્સ:
- નવેમ્બર મહિનામાં મયંક પટેલની ધરપકડ થતાં સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બન્યો હતો મુદ્દો
- અરેસ્ટ બાદ પોલીસે રિમાન્ડ ના માગતા મયંક પટેલનો જામીન પર છૂટકારો થયો હતો
- મયંક વિરુદ્ધ સાથે કામ કરી ચૂકેલા ક્લાસ-2 મહિલા અધિકારીએ કરી હતી ફરિયાદ
આ અંગે ફરિયાદ દાખલ થયા બાદ અમદાવાદ સાયબર ક્રાઈમ મયંક પટેલને ધરપકડ કરીને લઈ આવી હતી, તેમજ તેમને કસ્ટડીમાં પણ રાખવામાં આવ્યા હતા.આ કેસમાં ફરિયાદી મહિલા અધિકારીએ સમાધાન કરી લીધું છે, તેમજ આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં સીલબંધ કવરમાં ફરિયાદી દ્વારા એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મયંક પટેલને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. જોકે, તેમને ત્યારબાદ નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
મયંક પટેલની ધરપકડ કર્યા બાદ પોલીસે તેમના રિમાન્ડ નહોતા માગ્યા, જેથી કોર્ટે તેમને શરતી જામીન આપી દીધા હતા. જોકે, જામીન પર છૂટેલા મયંક પટેલને નિયમો અનુસાર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મયંક પટેલ અને ફરિયાદી મહિલા એક સાથે જ કામ કરતા હતા, તે વખતે બંનેએ એકબીજાના ફોન નંબર પણ એક્સચેન્જ કર્યા હતા. જોકે, પરિણિત એવા મયંક પટેલે મહિલાને સતત ફોન અને મેસેજ મોકલવાનું શરુ કર્યું હતું, એટલું જ નહીં ફરિયાદમાં ત્યાં સુધી જણાવાયું છે કે મયંક પટેલ અભદ્ર ફોટા પણ મોકલતા હતા. માત્ર મહિલા જ નહીં, તેના પરિવારજનોને પણ મયંકે ફોટા મોકલ્યાનો આરોપ મૂકાયો હતો.
બીજી તરફ, પોતાની જામીન અરજીમાં મયંક પટેલે એવી વાત કરી હતી કે તેમને હનીટ્રેપમાં ફસાવાયા છે. મહિલાએ દોઢ વર્ષ સુધી પોતે હેરાન કરતો હોવાના આક્ષેપ કર્યા છે, પરંતુ અત્યારસુધી તેના વિશે ફરિયાદ કેમ ના કરી તે મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો. 28 વર્ષીય મયંક પટેલે સરકારી નોકરીમાં પોતાની બિનસચિવાલય ક્લાર્કથી શરુ કરી હતી. તે અગાઉ નાયબ મામલતદાર તેમજ ડે. સેક્શન અધિકારી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
[ad_2]
Source link
Leave a Reply