વલસાડઃ વલસાડના સરકારી અધિકારીઓ દ્વારા નિષ્ક્રિયતાનો કિસ્સો બહાર આવ્યો છે, જેણે અરજદારને મુખ્યમંત્રી (CM) પોર્ટલ દ્વારા ન્યાય મેળવવા માટે પ્રેરિત કર્યા છે. અરજદારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ વલસાડ ના નાયબ મામલતદાર ગૌરાંગ ગઢવી એ લેન્ડ ગ્રેબિંગ એક્ટ ના નિયમો વિરુધ જઇ તપાસ મા છેડછાડ કરી જમીન પચાવી પાડનારાઓ સાથે સાઠ ગાઢ કરી ફરિયાદી ને ન્યાય અપાવવામાં નિષ્ફળ રહ્યા હતા.જેના કારણે અરજદારે મુખ્યમંત્રી ( CM )પોર્ટલ પર ફરિયાદ કરી હતી, જેના એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, મુખ્યમંત્રી કાર્યાલયના મહેસૂલ વિભાગે વલસાડ ચિટનીશ કલેકટરને તાત્કાલિક પગલાં લેવા અને સ્થિતિને ઑનલાઇન અપડેટ કરવાનો આદેશ આપતા અઘિકારીઓમા ફડફડાટ ફેલાઈ ગયો છે.
લેન્ડ ગ્રેબિંગ એક્ટ એ એક નિર્ણાયક કાયદો છે જેનો હેતુ જમીનની ગેરકાયદેસર જપ્તી અટકાવવાનો છે. જો કે, આ કેસમાં વલસાડના અધિકારીઓની નિષ્ક્રિયતા કાયદાની અસરકારકતા અને ન્યાય જાળવવા માટે સત્તાવાળાઓની પ્રતિબદ્ધતા વિશે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. અહીં ફરિયાદીએ કરેલ ફરિયાદ અનુસાર વલસાડ જિલ્લામાં વલસાડ તાલુકાના ડુંગરી ગામે રહેતા અરજદાર અરવિંદભાઈ મણીલાલ પટેલે દોઢ વર્ષ પહેલા જમીન પચાવી પાડવા માટેની ગુજરાત લેન્ડ ગ્રેબિંગ 2020, પ્રમાણે અરજી નં: 42501230001702 અરજદારને સમાધાનના નામે અરજદારની અરજી ખોટી રીતે દફતરે કરવામાં આવી હતી ત્યાર બાદ સામેવાળા પ્રતીવાદીઓએ દાદાગીરીથી ગેરકાયદેસર રીતે બાંધકામ શરૂ કરવાથી અરજદારે ફરીથી વધુ એક બીજી અરજી નંબર : 42501240000822 લેન્ડ ગ્રેબિંગ હેઠળ દાખલ કરવામાં આવી હતી આ અરજીના કેસમાં હજુ સુધી નિર્ણાયક પગલાં ભરવાનું બાકી છે. તેમજ જમીન હડપ વિભાગમાં તપાસ અધિકારી તરીકે વલસાડના નાયબ મામલતદાર ગૌરાંગ ગઢવી છે, જેઓ કાયદાની વિરુદ્ધ જઈને જમીન પચાવી પાડવાના કેસમાં આરોપીઓનો ખુલ્લેઆમ બચાવ કરી કાયદાની છેડછાડ કરી અરજદારના સાચા પુરાવાઓની અવગણના કરી રહ્યા છે, જેનાથી પીડિત અરજદારે CM પોટલ પર ફરિયાદ કરી હતી જેના સંદભે ગુજરાત સરકારના મહેસુલ વિભાગે વલસાડ ચીટનીશ કલેકટરને વહેલી તકે અરજદારને ન્યાય મળે એ હેતુથી તાત્કાલિક કાર્યવાહી કરી કરેલ કાર્યવાહી ની ઓન લાઈન CM પોટલ પર અપડેટ કરવા ઓડર કર્યો છે,જેમ જેમ કેસ વેગ પકડે છે, તેમ તેમ અરજદાર ન્યાયની રાહ જુએ છે અને સંડોવાયેલા અધિકારીઓ પાસેથી જવાબદારીની માંગ કરે છે. સીએમ પોર્ટલ ફરિયાદ પીડિત અરજદાર ને ન્યાય મેળવવાના સંકલ્પનો પુરાવો છે, અને વલસાડના અઘિકારીઓ આ અરજી પર કેવી પ્રતિક્રિયા આપશે તે જોવાનું રહે છે.

ન્યાય મેળવવા માટે મક્કમ બનેલા પીડિત અરજદાર હવે વલસાડના નાયબ મામલતદાર ગૌરાંગ ગઢવી સામે કડક કાર્યવાહીની માંગ સાથે સીએમ પોર્ટલ પર અરજી કરી છે. અરજદારનું આ પગલું પાછળ નિરાશા અને ન્યાય આપવા માટે સ્થાનિક અધિકારીઓ સામે વિશ્વાસના અભાવને દર્શાવે છે.
અરજદારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી જે દોઢ વર્ષ પહેલા જમીન પચાવી પાડવા માટેની ગુજરાત લેન્ડ ગ્રેબિંગ 2020, પ્રમાણે અરજી નં: 42501230001702માં વલસાડના નાયબ મામલતદાર ગૌરાંગ ગઢવી છે, જેઓ કાયદાની વિરુદ્ધ જઈને જમીન પચાવી પાડવાના કેસમાં આરોપીઓનો ખુલ્લેઆમ બચાવ કરી કાયદાની છેડછાડ કરી અરજદારના સાચા પુરાવાઓની અવગણના કરી રહ્યા નો આક્ષેપ સાથે, વધુ એક બીજી અરજી નંબર : 42501240000822 લેન્ડ ગ્રેબિંગ હેઠળ દાખલ કરવામાં આવી હતી આ અરજીના કેસમાં સાત મહીના વીતી ગયાં પણ હજુ સુધી નિર્ણાયક પગલાં ભરવાનું બાકી હોવાથી અરજદાર નિરાશ થઈ સીએમ પોર્ટલ પર ફરિયાદી કરી છે.
Leave a Reply