Gujarat Ranotsav 2024: કચ્છનો રણોત્સવ શરૂ.

Gujarat Ranotsav 2024:ગુજરાતના પ્રખ્યાત સફેદ રણમાં ટેન્ટ સિટીમાં કચ્છ રણ ઉત્સવનો પ્રારંભ થયો છે. વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષતો કચ્છ રણ ઉત્સવ આ વર્ષે 15 માર્ચ, 2025 સુધી ચાલશે. રણોત્સવના પ્રારંભે જ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. ધોરડો ગામમાં આયોજિત રણોત્સવને તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) તરફથી વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસી ગામનો એવોર્ડ મળ્યો  છે.

વિશ્વ સ્તરનું પ્રવાસન
સરહદી જિલ્લો Kutch હવે પ્રવાસન ક્ષેત્રે વિશ્વ કક્ષાએ પહોંચ્યો છે. વર્ષના અંતે કચ્છનું સફેદ રણ અને રણોત્સવ પ્રવાસીઓ માટે સૌથી પ્રિય સ્થળ બની ગયા છે. આ વર્ષે રણોત્સવમાં પ્રથમ વખત પ્લાસ્ટિકને બદલે લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત, ઇલેક્ટ્રિક વાહનો અને સાયકલની સંખ્યામાં વધારો થયો છે. પર્યાવરણ સંરક્ષણ અને વિકાસને ધ્યાનમાં રાખીને આ વર્ષથી રણોત્સવમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *