સોનું રૂ.400 તૂટ્યું, ચાંદી સ્થિર.
વિદેશી બજારોમાં નબળા વલણ વચ્ચે સોમવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 400 રૂપિયા ઘટીને 81,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશને આ માહિતી આપી હતી. શનિવારે 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતાનું સોનું અનુક્રમે રૂ. 81,500 અને રૂ. 81,100 પ્રતિ 10 ગ્રામની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. જોકે, ચાંદી રૂ. 99,500 પ્રતિ કિલો પર સ્થિર રહી હતી. દરમિયાન, સોમવારે 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 400 રૂપિયા ઘટીને 80,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું.
ટ્રેડર્સે જણાવ્યું હતું કે વૈશ્વિક બજારોમાં નરમાઈના વલણ વચ્ચે સ્થાનિક બજારોમાં જ્વેલર્સ અને સ્ટોકિસ્ટોની માંગમાં ઘટાડો થવાને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે.

Leave a Reply