[ad_1]
Manishkumar Kapadia | I am Gujarat | Updated: Nov 28, 2021, 8:35 PM
એસજી હાઈવે પર કારગીલ પેટ્રોલ પંપ પાસે આવેલા ગણેશ મેરેડિયન બિલ્ડીંગના સી બ્લોકના 8મા માળે આગ ફાટી નીકળતા હાહાકાર મચી ગયો હતો. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી

હાઈલાઈટ્સ:
- એસજી હાઈવે પર આવેલાં ગણેશ મેરેડિયનના સી બ્લોકના 8મા માળે લાગી આગ
- રવિવારનો દિવસ હોવાથી ઓફિસો બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી
- ફાયર વિભાગના 4 ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી આગ બૂઝાવવા પ્રયાસ કર્યો
બનાવની વિગત એવી છે કે, શહેરના એસજી હાઈવે પર કારગીલ પેટ્રોલ પંપ પાસે ગણેશ મરેડિયન બિલ્ડીંગ આવેલી છે. આ બિલ્ડીંગના સી બ્લોકના આઠમા માળે આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. જો કે, રવિવારનો દિવસ હોવાથી મોટા ભાગની ઓફિસો બંધ હતી. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી. આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા હવામાં ઉડતા નજરે પડ્યા હતા. આગની ઘટનાની જાણ થતા જ લોકોનાં ટોળે ટોળા ઉમટ્યા હતા. આગની ઘટના બાદ લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
બાદમાં આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ ફાયર વિભાગના ચાર જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. બાદમાં ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે, આ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણવા મળ્યુ નથી, પરંતુ પ્રાથમિક તારણ મુજબ, શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે. જો કે, આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
રિલીફ રોડ પર પણ લાગી હતી આગ
રવિવારના દિવસે સવારે રિલીફ રોડ પર આવેલા રિલીફ સિનેમા ચાર રસ્તા પણ આગનો બનાવ સામે આવ્યો હતો. રિલીફ રોડ જેવા ભરચક વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્સમાં અચાનક આગ ફાટી નીકળતા હાહાકાર મચી ગયો હતો. સ્થાનિક લોકોએ આગની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરી હતી. જે બાદ ફાયર વિભાગના અંદાજે 8 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ આગમાં પણ કોઈ જાનહાનિ થઈ નહોતી.
ક્રિકેટર યુજવેન્દ્ર અને પત્ની ધનશ્રીનો કૂલ કેઝ્યુઅલ લૂક
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link
Leave a Reply