દાદરાનગર હવેલીની લોકસભા પેટાચૂંટણીમાં શિવસેના પર સી.આર.પાટીલના આકરા પ્રહારો

મોહન ડેલકરના આવસાન બાદ ખાલી પડેલી દાદરાનગર હવેલીની લોકસભા પેટાચૂંટણીમાં ભાજપે સી.આર.પાટીલને સોંપી જવાબદારી : ટીમ ગુજરાત ભાજપ હવે પ્રચારમાં જોડાશે
એનડીએથી છૂટું પડ્યા બાદ શિવસેના પ્રથમ વખત મહારાષ્ટ્ર બહાર ભાજપ સામે ટકરાશે: ખુદ ઉદ્ધવ પ્રચારમાં આવશે


વલસાડ : દાદરાનગર હવેલીની લોકસભા બેઠકની ચૂંટણીમાં પાંચ વર્ષમાં પ્રથમ વખત ભાજપ અને શિવસેના તથા કોંગ્રેસની ટકકર થશે અને રસપ્રદ રીતે ભાજપે આ બેઠકની જવાબદારી ગુજરાત ભાજપને સોપી છે તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જેવો મરાઠા છે તેઓએ ગુજરાત ભાજપના અનેક નેતાઓને આ ચૂંટણી જંગમાં ઈન્ચાર્જ તથા પ્રચાર માટે જવાબદારી સોપતા રસપ્રદ સ્થિતિ ઉભી થઈ છે. ભાજપે અહી પક્ષના નેતા મહેશ ગામીતને ઉતાર્યા છે તો શિવસેનાએ આ બેઠકના પુર્વ સાંસદ સ્વ. મોહનભાઈ ડેલકરના ધર્મપત્ની કલાબેન ડેલકરને ટિકીટ આપી છે તો કોંગ્રેસ પક્ષે હાલ મહેશકુમાર ઘોડીને ટિકીટ આપી છે.

શિવસેનાએ આ જંગને મહારાષ્ટ્ર બહારનો ભાજપ સામેનો પ્રથમ પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો છે અને અહી શિવસેનાના વડા તથા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ખુદ પ્રચારમાં આવશે તો ભાજપ તરફથી સી.આર.પાટીલ દાદરાનગર હવેલી પહોંચી ગયા છે અને તેઓએ પુર્વ મંત્રી ગણપત વસાવા તથા શંકર ચૌધરી ઉપરાંત હાલના મંત્રી જીતુ ચૌધરી, નરેશ પટેલને આ મતક્ષેત્રમાં કેમ્પ કરાવ્યો છે. શિવસેના ડેલકર ફેમીલીની લોકપ્રિયતા અને ત્રણ વખત આ બેઠક જીતી હતી તો કોંગ્રેસના ઉમેદવારે છેલ્લી ચૂંટણીમાં ડીપોઝીટ ગુમાવી હતી. જયારે ભાજપને મોહનભાઈ ડેલકરે પરાજીત કર્યા હતા તથા હવે પછી તા.૩૦ના રોજ મતદાન અને તા.૨ નવે. પરિણામ જાહેર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *