Covid Vaccine Third Dose In India: 10 જાન્યુઆરીથી આપવામાં આવનાર ત્રીજા ડોઝમાં કઈ કોવિડ રસી આપવામાં આવશે? – which vaccine dose will be given to you while third dose administrate from 10th of jamuary

[ad_1]

નવી દિલ્હી: લગભગ ત્રણ કરોડ આરોગ્ય અને ફ્રન્ટલાઈન કર્મચારીઓ જાન્યુઆરીમાં કોવિડ રસીના ‘પ્રિકોશન ડોઝ’ માટે પાત્ર બનશે જે બીજા ડોઝથી નવ મહિનાના અંતર પછી આપવામાં આવશે, સત્તાવાર સૂત્રોએ રવિવારે જણાવ્યું હતું. હાલ પૂરતો ત્રીજો ડોઝ માટે જે 60 વર્ષથી વધુ ઉંમરના લગભગ ત્રણ કરોડ લોકોને આપવામાં આવશે તે તમામ લોકો કોમોર્બિડિટી ધરાવતા હશે. આવા લોકોને ત્રીજા ડોઝમાં તે જ રસીનો શોટ આપવામાં આવશે જે રસી તેમને પહેલા અને બીજા ડોઝમાં મળી હોય.
ઓમિક્રોન વોર્ડમાં માત્ર એક જ દર્દી, ‘ભાગવત કથા-શિવ પુરાણ સાંભળીને દિવસ કરે છે પસાર’
શનિવારે પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે 15-18 વર્ષની વચ્ચેના બાળકોનું કોવિડ રસીકરણ 3 જાન્યુઆરીથી શરૂ થશે, જ્યારે આરોગ્ય અને ફ્રન્ટલાઈન વર્કરો તેમજ કોરમોર્બિડિટી ધરાવતા 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો માટે કોવિડ રસીના “પ્રિકોશન ડોઝ”નો 10 જાન્યુઆરીથી આપવામાં આવશે. જો કે પાત્રતા ધરાવતા વૃદ્ધ લોકોમાંથી બહુ ઓછા લોકો ખરેખર જાન્યુઆરીમાં ત્રીજો ડોઝ મેળવશે.
વર્ષ 2022નું વાર્ષિક અંક જ્યોતિષઃ નવા વર્ષમાં ક્યા ક્યા અંકના જાતકોની મનની ઈચ્છાઓ થશે પૂર્ણ?
અત્યાર સુધી આપવામાં આવેલ કુલ 141 કરોડ ડોઝમાં કોવિશિલ્ડ રસી સૌથી વધુ (89%) આપવામાં આવી હોવાથી એક એવો અંદાજ છે કે 60 વર્ષથી વધુ ઉંમરના એક કરોડ લોકો જાન્યુઆરીમાં આ રસીના ત્રીજા ડોઝ માટે લાયક ઠરશે. 15-થી-18 વર્ષની વયના બાળકોમાં રસીકરણ Covaxin સાથે શરૂ થશે, આ રસીને 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે ઈમર્જન્સી ઉપયોગ અંગે શનિવારે સક્ષમ ઓથોરિટી તરફથી મંજૂરી મળી હતી. જ્યારે આ પહેલા Zydus Cadilaની ZyCoV-Dને 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે પણ મંજૂરી આપવામાં આવી છે, જોકે તે હજુ પણ સરકારના રસીકરણ કાર્યક્રમનો ભાગ નથી.

“ડોઝના મિશ્રણ અંગેનો કોઈપણ નિર્ણય ક્લિનિકલ ટ્રાયલના પરિણામોના આધારે લેવામાં આવશે.” તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.
ઓમિક્રોન પર કાબૂ પામવા કેન્દ્ર સરકાર 10 રાજ્યોમાં મોકલશે વિશેષજ્ઞોની ટીમ
સરકારે ત્રીજા ડોઝ માટે રસીકરણના માળખા પર આવી પડનાર વધારાના ભારને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં ડોઝ ઉપલબ્ધ રહે તેની તકેદારી લીધી છે. રાજ્યો પાસે કોવેક્સિનના ચાર કરોડ ડોઝની ઈન્વેન્ટરી છે અને 18-પ્લસ કેટેગરીમાં કોવેક્સિનની માંગ ઘણા રાજ્યોમાં બંધ થઈ ગઈ છે. રવિવાર સુધીમાં રાજ્યો પાસે વધારાના 18 કરોડ ડોઝ ઉપલબ્ધ છે. Covaxin અને Covishield નું માસિક ઉત્પાદન આશરે 31 કરોડ ડોઝ હોવાનો અંદાજ છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *