પૂ.પંન્યાસપ્રવર શ્રી પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન નિશ્રામાં આચાર્ય શ્રી મેઘસૂરિજી મહારાજની ૭૮મી સ્વર્ગારોહણ તિથિની ઉજવણી

  • પૂ.પંન્યાસ પદ્મદર્શન મહારાજે ગુરુગુણ ગૌરવને ઉજાગર કરતા કહ્નાં હતું કે, વ્યકિત સંપત્તિથી નહીં પણ સંસ્કારોથી મહા બનતો હોય છે

સુરત,
સમસ્ત વેસુ જૈન સંઘ સ્થિત આ. ઓમકારસૂરિજી આરાધના ભવનના ડોમમાં પૂ.પંન્યાસપ્રવર શ્રી પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન નિશ્રામાં આચાર્ય શ્રી મેઘસૂરિજી મહારાજની ૭૮મી સ્વર્ગારોહણ તિથિની ઉજવણી સ્વરૂપે ગુણાનુવાદની સભાનું આયોજન થયું હતું. જેમાં ગુરુભકતો મોટી સંખ્યામાં હાજર રહ્ના હતા. પૂ.પંન્યાસ પદ્મદર્શન મહારાજે ગુરુગુણ ગૌરવને ઉજાગર કરતા કહ્નાં હતું કે, વ્યકિત સંપત્તિથી નહીં પણ સંસ્કારોથી મહા બનતો હોય છે. આજે દુષ્કાળ સંપત્તિનો નહીં પણ સદ્ગણોનો છે. ધનથી આગળ આવનારાઓ ગુણથી હીન હોય તે ઉચિત નથી. ધનવાન કરતા પણ ગુણવાનોની મહત્તા છે. સાચા સંતો ગુણોથી મહાન બનતા હોય છે.
પૂ. જૈનાચાર્ય શ્રી મેઘસૂરિજી મહારાજ પૂ.આ.શ્રી સિદ્ધિસૂરિદાદાના શિષ્ય હતા. પૂ. મેઘસૂરિજી મહારાજ રાંદેર-સુરતના હતા. સુરતીઓઍ આવા મહાન ગુરુ માટે ગૌરવ અનુભવવું જાઇઍ. બાલ્યાવસ્થામાં તેઓશ્રીઍ માતા-પિતા અને ૫૦ જેટલા મિત્રોને ગુમાવ્યા હતા. સંસારની વૈરાગ્ય આસમાને પહોîચ્યો હતો. ૨૦ વર્ષની વયે તેઓ પ્રિન્સિપાલ તરીકે નિયુકત થયા હતા. જ્ઞાનની અદ્ભૂત કળાથી તેમણે શિક્ષકોના દિલ જીતી લીધા હતા. સ્વજન રહિત હોવા છતાં ખાનગીમાં દીક્ષા લીધી હતી. વૈરાગ્યની ધારા જવલંત હોવાના કારણે સદ્ગુરુ પાસે ગુરુકૃપા અને સમર્પણથી આગમસૂત્રોના રહસ્યો આત્મસાત કરી જીવનમાં ઉતાર્યા હતા.
તેઓશ્રીની આગવી સૂઝ અને તત્ત્વદ્રષ્ટિના કારણે જિનશાસનના પ્રભાવક આચાર્યો અને શ્રમણરત્નો તેઓશ્રીઍ તૈયાર કર્યા હતા. દુઃખાવા વિનાનું માથું કેવું હોય તેની જેમને ખબર ન હતી છતાં અખંડ સમતાના અને સમાધિના સાધક બન્યા હતા. આશ્રિતોના નિરીહભાવે યોગ-ક્ષેમ કરવામાં કુશળ હતા. પૂ. સિદ્ધિસૂરિદાદાના ખોળામાં અંતિમ શ્વાસનું સૌભાગ્ય પૂજયશ્રીને સાંપડયું હતું. યુગપુરૂષ જેવું તેઓશ્રીનું જીવન હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *