[ad_1]
Mitesh Purohit | I am Gujarat | Updated: Dec 16, 2021, 2:04 PM
કંપનીના સોલવન્ટ બનાવતા પ્લાન્ટમાં ધડાકા સાથે આગ ફાટી નીકળતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. આ ઘટનામાં મોટી સંખ્યામાં મૃત્યુઆંકની દહેશત સેવવામાં આવી રહી છે.
હાઈલાઈટ્સ:
- બ્લાસ્ટ એટલો મોટો હતો કે 10 કિમી વિસ્તાર સુધી અવજા સંભળાયો, જેના કારણે લોકોમાં ભયની લાગણી.
- આગ પર કાબૂ પામવા માટે હાલોલ, કાલોલ, ગોધરા તેમજ ખાનગી કંપનીના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે દોડી ગયા.
- આસપાસના 5 કિમીના વિસ્તારમાં વાહન-વ્યવહારને બંધ કરાયો અને નજીક આવેલી સ્કૂલને પણ ખાલી કરાઈ
રણજીતનગરની કંપનીમાં થયેલા બ્લાસ્ટના ધડાકા 10 કિમી દૂર સુધી સંભળાયા હતા. 5 કિ.મી. સુધીના વિસ્તારમાં વાહન-વ્યવહાર અને સામાન્ય લોકોની અવર-જવર બંધ કરી દેવાઈ છે. જેના કારણે આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે. સેફ્ટી કીટ પહેરીને ટીમો કંપનીની અંદર પ્રવેશી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, આ કંપનીમાં બે બોઇલર ફાટ્યાની માહિતી સામે આવી રહી છે. આ સાથે જિલ્લા પોલીસ વડા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. પંચમહાલ રેન્જ આઇજી એમ.એસ. ભરાડા અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ઘટના સ્થળે પહોંચ્યા છે
આ આગ બૂઝવવા માટે વડોદરાથી પણ ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી છે. કંપનીનો અંદરનો માહોલ અત્યંત ભયાનક છે, તેથી કેટલાક લોકો ફસાયા છે અને કેટલા લોકો બહાર નીકળ્યા છે તે હજી સુધી સ્પષ્ટ થયુ નથી. કામદારોની યાદી સાથે નામને વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે. ભયાનક ઘટનામાં મોટી સંખ્યામાં મોતની આશંકા સેવાઇ રહી છે. ઇજાગ્રસ્તોને હાલોલની ખાનગી અને રેફરલ હોસ્પિટલમાં લવાઇ રહ્યા છે. કંપનીમાં એસીમાં વપરાતો રેફરન ગેસ બનતો હતો. ઘટના અંગે મળેલી માહિતી મુજબ સદભાગ્યે ગેસનાં ટેન્કરો લીક થયાં નથી અને ફાયરબ્રિગેડની ટીમો આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. સાવચેતીના ભાગરૂપે રણજિતનગરની આસપાસના રસ્તાઓ બ્લોક કરી દેવાયા છે. ઘટનાને જોતાં મૃત્યુઆંક મોટો હોવાની વાતને નકારી શકાય નહીં. ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના બ્લાસ્ટમાં મોતનો આંકડો ખૂબ જ મોટો હોવાની શક્યતાઓ છે. હાલ ફાયર વિભાગ દ્વારા પ્લાન્ટમાંથી મિસિંગ લોકોને શોધવાની કામગીરી હાથ ધરાઈ છે. આ માટે વડોદરાથી ખાસ નિષ્ણાતોની ટીમને પંચમહાલ દોડાવાઈ છે.
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link














Leave a Reply