[ad_1]
હાઈલાઈટ્સ:
- છત્તીસગઢના સુકમા જિલ્લા સ્થિત પાલચામાના પહાડો પર એન્કાઉન્ટર
- 208 કોબ્રા બટાલિયન અને નક્સલીઓ વચ્ચે એકાઉન્ટર થયુ
- કેટલાંક નક્સલીઓ ઠાર મરાયા હોવાનો દાવો, એક જવાન પણ ઘાયલ
પાલચામાના પહાડોમાં થયેલા એન્કાઉન્ટરમાં કેટલાંક નક્સલીઓ ઘાયલ પણ થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. તો ઘાયલ જવાનને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, જવાન નક્સલીઓ હોવાની સૂચના બાદ રેડ કરવા માટે ગયા હતા. આ દરમિયાન એન્કાઉન્ટર થયું હતું. તો એન્કાઉન્ટર બાદ પોલીસના વધુ જવાન પણ પહોંચી રહ્યા છે. આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે પણ જવાનો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
સીઆરપીએફના આઈજી ડી પ્રકાશે કહ્યું કે, સુકમાના કિસ્ટારામા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા વન વિસ્તારમાં કોબ્રા બળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાલી રહ્યું છે. એક ઘાયલ જવાનને હેલિકોપ્ટર દ્વાર એરલિફ્ટ કરાયા છે. આપણા જવાનો હાલ પણ નક્સલીઓ સાથે લડી રહ્યા છે.
એવો પણ રિપોર્ટ સામે આવ્યો છે કે, બપોરે સુરક્ષા બળો અને નક્સલીઓ વચ્ચે ભારે ગોળીબાર ચાલી રહ્યો હતો. એ સમયે આઈઈડી બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુએટ એક્શની 208મી બટાલિયનના એક જવાન ઘાયલ થયા હતા. સુકમા જિલ્લો રાજ્યનો સૌથી વધુ નક્સલીઓથી પ્રભાવિત વિસ્તારોમાંનો એક છે. અહીં આ ગંભીર સમસ્યા સામે લડવા માટે સીઆરપીએફ અને કોબ્રાની અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે.
આ પહેલાં પણ અહીં કેટલીક વાર સુરક્ષા બળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ ચૂકી છે. મહત્વનું છે કે, થોડા સમય પહેલાં એવા રિપોર્ટ્સ સામે આવ્યા હતા કે, સુકમામાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી હતી. આ એન્કાઉન્ટરમાં નક્સલીઓનો કમાન્ડર મધુ ઠાર મરાયો હતો.
Big Boss ના સેટ બહાર ફોટોગ્રાફર્સની એક વાત પર હર્ષ લિંબાચિયા શરમાઈ ગયો
[ad_2]
Source link













