[ad_1]
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીના મતદાનની સાથે સાથે પ્રોફેસર કેટેગરીની પાંચ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ટીમ એમએસયુના ફાળે ચાર બેઠકો અને ભાજપની સંકલન સમિતિના ફાળે બે બેઠકો ગઈ હતી.
ચૂંટણી બાદ જાહેર થયેલા પરિણામો પ્રમાણે ટીમ એમએસયુના ચાર પ્રોફેસર અતુલ જોષી(સાયન્સ ફેકલ્ટી), પ્રો.રંજન ઐયર(મેડિસિન ફેકલ્ટી), પ્રો.પ્રદીપ દેઓતા( ટેકનોલોજી ફેકલ્ટી), પ્રો.કોમલ ચૌહાણ(હોમસાયન્સ ફેકલ્ટી)નો વિજય થયો હતો.જ્યારે ભાજપની સંકલન સમિતિના પ્રો.ગૌરાંગ ભાવસાર( પરફોર્મિંગ આર્ટસ)ને જીત મળી હતી.
આ ચૂંટણી માટે ૧૩૪ મતદારો પૈકી ૧૨૫ મતદારોએ વોટિંગ કર્યુ હતુ.આશ્ચર્યની વાત એ હતી કે, એક વોટ અમાન્ય ઠર્યો હતો.પ્રોફેસર કેટેગરીના મતદારને મત આપતા ના આવડે તે વાત ગળે ઉતરે તેવી નથી પણ એક અધ્યાપકે જાણી જોઈને ખોટી રીતે મત આપ્યો હોવાનુ કહેવાય છે.ચૂંટણી બાદ ટીમ એમએસયુના સૂત્રોનુ કહેવુ હતુ કે, પ્રોફેસર કેટેગરીમાં ચાર બેઠકોની જીતના પગલે સાબિત થઈ ગયુ છે કે, અધ્યાપક આલમ કોની સાથે છે .તો બીજી તરફ સંકલન સમિતિના સૂત્રોએ કહ્યુ હતુ કે, અમારા જૂથમાંથી ઉમેદવારી નોંધાવવા સામે કેટલાક ડીનોએ અધ્યાપકોને ધાક ધમકી પણ આપી હતી.આમ છતા અમે એક બેઠક જીતવામાં સફળ થયા છે.ગત વખતની ચૂંટણી કરતા આ વખતે હારના માર્જિનમાં પણ ખાસો ઘટાડો થયો છે.હવે બંને જૂથો વચ્ચે ૨૯ ડિસેમ્બરે યોજાનારી ટીચર્સ કેટેગરીની ૧૪ બેઠકો માટે ટકરાવ થશે.
કયા ઉમેદવારને કેટલા મત મળ્યા
દિપેન્દ્રસિંહ જાડેજા(આર્ટસ) ૬૯
અતુલ જોષી(સાયન્સ) ૮૯
કે.પુષ્પનાધમ(એજ્યુકેશન) ૬૦
રંજન ઐયર(મેડિસિન) ૭૩
રાકેશ ગાંધી(મેડિસિન) ૩૨
પ્રદીપ દેઓતા(ટેકનોલોજી) ૭૧
આર સી ટંડેલ(ટેકનોલોજી) ૪૬
કોમલ ચૌહાણ(હોમસાયન્સ) ૭૨
મિનિ શેઠ(હોમસાયન્સ) ૩૮
ગૌરાંગ ભાવસાર(પરફોર્મિંગ) ૭૦
[ad_2]
Source link
Leave a Reply