સુરત: સાબુ અને પાવડરના રો મટીરીયલના ભાવો વધતા સાબુની કિંમત પણ વધી

[ad_1]

સુરત, તા. 20 નવેમ્બર 2021 શનિવાર

પ્રતિદિન મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે. દરેક ચીજ વસ્તુઓના ભાવો વધી રહ્યા છે. હવે આ ભાવ વધારાથી સાબુ અને ડિટર્જન્ટ પાવડર પણ બાકાત રહ્યા નથી. સાબુ અને પાવડરના રો મટીરીયલ્સમાં ભાવ વધારો થતાં સાબુ અને પાવડરની કિંમતમાં પણ 4 થી 6 રૂપિયાનો વધારો થયો છે અને આગામી દિવસોમાં પણ ભાવ વધારો થઈ શકે છે.

છેલ્લા ઘણા સમયથી મોંઘવારી સતત વધી રહી છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવો વધવા પામ્યા છે. પછી એ દૂધ હોય કે શાકભાજી હોય. હવે સાબુ અને ડિટર્જન્ટ પાવડરના ભાવો પણ વધ્યા છે. 

સાબુ અને પાવડર બનાવવાના રો મટીરીયલમાં ભાવ વધારો થતા સાબુની કિંમતમાં પણ વધારો થયો છે. આ અંગે આ વ્યવસાય સાથે છેલ્લા 50 વર્ષ થી સંકળાયેલા બકુલ ભાઈ ઠક્કરએ કહ્યું કે છેલ્લા ચારથી છ મહિનામાં મેન્યુફેક્ચર્સ માટે કપરી પરિસ્થિતિ ઉભી થઇ છે.

આ ચારથી છ મહિનામાં સાબુ અને પાવડરના રો મટીરીયલમાં 40 ટકા જેટલો વધારો થયો છે. રો મટીરીયલ્સમાં જેવા સોડાએશ, સિસલરી, કોસ્ટિક સોડા, સિલિકેટ અને ઓએસેસના ભાવો વધ્યા છે. જેની સીધી અસર સાબુ અને પાવડરની કિંમત પર થઈ છે. એક કિલોએ 4 થી 6 રૂપિયા વધ્યા છે અને આગામી દિવસોમાં પણ આ ભાવ વધી શકે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *