વનરાજ શાહના વળતા પાણી, બાપુજીની વાત માનીને અનુજ સાથે પરણી જશે અનુપમા? – new twist are coming in tv serial anupama

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ટીવીની લોકપ્રિય સીરિયલ અનુપમામાં જોવા મળશે રસપ્રદ ટ્વિસ્ટ.
  • કાવ્યાની હકીકત જાણને વનરાજ શાહને હાર્ટ અટેક આવી જશે?
  • બાપુજી અનુપમાને સલાહ આપે છે તે અનુજ સાથે લગ્ન કરી લે.

ટીવીની લોકપ્રિય સીરિયલ અનુપમાની સ્ટોરી દર્શકોને પોતાની સાથે બાંધી રાખે છે. મોટી સંખ્યામાં લોકો શોખથી આ સીરિયલ જોતા હોય છે. અત્યારે સીરિયલમાં દરરોજ નવા નવા ટ્વિસ્ટ સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ કાવ્યાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે તે શાહ હાઉસની નવી માલિક છે. આ જાણીને ઘરના તમામ સભ્યો ચોંકી જાય છે. બાપુજી ઘર છોડીને જતા રહ્યા છે ત્યારે વનરાજ શાહ બાને ધમકાવે છે. આ સાંભળીને બા જણાવે છે કે કાવ્યાએ તેને આ બધુ કહેવા માટે ઉકસાવી હતી. આ સાંભળીને વનરાજનો ગુસ્સો કાવ્યા પર શિફ્ટ થઈ જાય છે. પરંતુ કાવ્યા તમામ બાબતો માટે વનરાજના પરિવાર અને અનુપમાને જવાબદાર માને છે. હવે સીરિયલમાં વધારે રસપ્રદ ટ્વિસ્ટ આવવાના છે.

કાવ્યાનો અસલી ચહેરો સામે આવ્યા પછી ઘરની સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ જશે. કાવ્યા વનરાજ શાહ સાથે ઘર છોડીને જવાની ના પાડે છે. કાવ્યા ઘરની માલિક હોવાની વાત જાણીને વનરાજ શાહને આઘાત લાગશે અને તેને હાર્ટ અટેક આવશે. તે સમયે અનુપમા જ વનરાજને પડતા બચાવશે. અટેક આવ્યા પછી વનરાજને અનુભવ થશે કે તેના જીવનમાં જે સમસ્યાઓ ઉભી થઈ છે તેના માટે તે પોતે જ જવાબદાર છે.

માત્ર વનરાજ શાહ જ નહીં, બાને પણ પોતાની ભૂલ સમજાય છે. તેને પણ અનુપમા અને બાપુજીનું અપમાન કરવાનો પસ્તાવો થાય છે. અનુપમા આ મુશ્કેલીના સમયમાં વનરાજ અને શાહ પરિવારની મદદ કરશે. આ સિવાય એક મોટો ટ્વિસ્ટ એ આવશે કે વનરાજ અને કાવ્યા છૂટાછેડા લઈ શકે છે. અનુજ પણ અનુપમાને કારણે શાહ પરિવારની મદદ કરી શકે છે. તે બાને સલાહ આપશે કે કાવ્યા વિરુદ્ધ કાયદાકીય લડવામાં આવે. હવે અનુપમા અને અનુજ મળીને શાહ પરિવારને કાવ્યાથી બચાવી શકશે કે કેમ તે એક પ્રશ્ન છે.

આ સિવાય મેકર્સે એક પ્રોમો રીલિઝ કર્યો છે જેમાં જોઈ શકાય છે કે, બાપુજી અનુપમાને સમજાવે છે કે તે અનુજને પોતાના મનમાં પ્રવેશ કરવાની મંજૂરી આપ. બાપુજી અનુપમાને સમજાવે છે કે તેણે અનુજ સાથે લગ્ન કરી લેવા જોઈએ. હવે શું ખરેખર અનુપમા બાપુજીની વાત માનીને અનુજ સાથે લગ્ન કરશે કે કેમ તે જોવાનું રહેશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *