તલોદના મહિયલના સ્માશાન પાસેથી નવજાત બાળક મળ્યું

[ad_1]

તલોદ,તા.23

તલોદ પાસે મહિયલ પંથકના સ્મશાન નજીકના ખરાબામાંથી કોઇ મહિલા
નવજાત શિશુને તરછોડીને ભાગી જતાં ચકચાર મચી છે. જોકે લોકોની જાણ બાદ નવજાત બાળકનો કબજે
લઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયું છે. આ ઉપરાંત માતા સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા
છે.

મહિયલના સ્માશાન પાસે અને વકતાપુર રોડ પર એક તાજુ જન્મેલું બાળક
પડયુ છે.

જેને વાત વાયુવેગે વહેતી થઇ હતી.જેને લઇને તલોદ કોંગ્રેસ સમિતિના
પ્રમુખ ભગવતસિંહ ઝાલા (રહે. વકતાપુર)ને પાણ મળતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્યજી
દેવાયેલા માસુમ બાળકને તત્કાલ હોસ્પિટલમાં મોકલ્યું હતું. બીન વારસી મળેલા બાળકને યોગ્ય
સારવાર અપાયા બાદ હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ મારફતે મોકલવામાં આવ્યું હતું.
ઘટના સ્થળેથી તલોદની રેફરલ હોસ્પિટલ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ બજાવીને વક્તાપૂરના ભગવતસિંહ
ઝાલાએ જ્યાં સુધી શિશુના વાલી વારસો ના મળે ત્યાં સુધી તેમનો પરિવાર બાળકની સેવાચાકરીની
જવાબદારી નિભાવશે એમ જાહેર કર્યું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *