ડિગ્રી ઈજનેરીમાં કમ્પ્યુટર બ્રાંચ સહિત ૨૧૮૪ સરકારી બેઠક ખાલી

[ad_1]

અમદાવાદ,

આઈઆઈટી અને
એનઆઈટીની પ્રવેશ પ્રક્રિયા મોડી થતા રાજ્યની સરકારી ડિગ્રી ઈજનેરી કોેલજોની ખાલી
બેઠકોમાં વધારો થયો છે. હાયર મેરિટના ૫૮૪ વિદ્યાર્થીઓએ આઈઆઈટી-એનઆઈટીમાં પ્રવેશ
લેતા કમ્પ્યુટર બ્રાંચ સહિતની વિવિધ બ્રાંચોમાં બેઠકો ખાલી પડી છે અને હાલ ૨૧૮૪
બેઠકો ખાલી છે.

સરકારી અને ગ્રાન્ટેડ
ડિગ્રી ઈજનેરી કોલેજોમાં પ્રવેશ લઈ ચુકેલા ૫૮૪ જેટલા હાયર મેરિટના વિદ્યાર્થીઓએ આઈઆઈટી
-એનઆઈટીમાં પ્રવેશ લઈ લેતા અગાઉના પ્રવેશ રદ કરાવી દીધા છે.જેને પગલે ડિગ્રી ઈજનેરીમાં
સરકારી -ગ્રાન્ટેડ કોલેજો-આઈઆઈટીરામની ૫૮૪ બેઠકો ખાલી પડી છે.જેમાં એલ.ડી ઈજનેરી કોલેજ
સહિતની સરકારી કોલેજોમાં કમ્પ્યુટર બ્રાંચની ૬૧ બેઠકો ખાલી છે જ્યારે આઈટી બ્રાંચની
૪૦થી વધુ બેઠકો ખાલી છે.અગાઉ ઓનલાઈન-ઓફલાઈન રાઉન્ડોમાં તમામ વિદ્યાર્થીઓને ઓફર થઈ ચુક્યા
બાદ નોન એલોટમેન્ટ -નોન રિપોર્ટિંગ સાથેની ૧૬૦૦ બેઠકો ખાલી હતી .જેમાં વધુ ૫૮૪ બેઠકો
ઉમેરાઈ છે.

આ ખાલી બેઠકો
માટે પ્રવેશ સમિતિ દ્વારા ફરી પ્રવેશ પ્રક્રિયા શરૃ કરાઈ હતી અને ૧૯મીથી ઓનલાઈન
કન્સેન્ટ તેમજ ચોઈસ ફિલિંગ પ્રક્રિયા શરૃ થઈ હતી.મહત્વનું છે કે હાયર મેરિટની
બેઠકો ખાલી પડતા પહેલેથી છેલ્લા મેરિટના તમામ વિદ્યાર્થીઓને ભાગ લેવાની તક આપવી
પડી છે અને ૩ હજારથી વધુ વિદ્યાર્થીઓએ આ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા સંમંતિ આપી
ચોઈસ ફિલિંગ કર્યુ છે.હવે ૨૩મીએ સીટ એલોટમેન્ટ જાહેર કરાશે.મહત્વનું છે કે આ મોડા
પ્રવેશ રાઉન્ડને લીધે વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય પણ ખોરવાશે અને કોલેજો માટે ૩૦મી
સુધીની પ્રવેશ મુદત છે.

.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *