[ad_1]
અમદાવાદ
આગામી વર્ષે
ગુજરાતની ૬થી૭ સરકારી યુનિવર્સિટીઓના કુલપતિની ટર્મ પુરી થનાર છે ત્યારે હાલ સરકાર
દ્વારા નવા કુલપતિની નિમણૂંક માટે સર્ચ કમિટીઓની પ્રક્રિયા શરૃ કરી દેવાઈ છે અને
બેથીત્રણ યુનિ.માટે સર્ચ કમિટી પણ રચાઈ ગઈ છે.એક સાથે આટલી બધી યુનિ.ઓના નવા
કુલપતિને લઈને સરકાર હવે નો રિપીટ થીયરી અપનાવશે કે પછી જુના જ કુલપતિઓને ફરીથી
રિપીટ કરાશે.
આગામી
ફેબુ્રઆરીમાં સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ તેમજ માર્ચમાં આંબેડકર યુનિવર્સિટીના
કુલપતિની ત્રણ વર્ષની ટર્મ પુરી થઈ રહી છે.આ ઉપરાંત આગામી વર્ષમાં વડોદરાની
એમ.એસ.યુનિ.,ભાવનગર યુનિવર્સિટી તેમજ ગોધરાની મધ્ય ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની ટર્મ
પણ પુરી થનાર છે. આગામી વર્ષે ડિસેમ્બરમાં જીટીયુના કુલપતિની પણ ટર્મ પુરી થનાર
છે. નિયમ પ્રમાણે કુલપતિની ટર્મ પુરી થયાના ત્રણ મહિના પહેલા સર્ચ કમિટી રચી
દેવાની હોઈ આંબેડકર યુનિવર્સિટી તેમજ સૌરાષ્ટ્ર યુનિ.ના નવા કુલપતિ માટે સર્ચ
કમિટી રચી દેવાઈ છે.આ બંને સર્ચ કમિટીમાં
રાજયપાલ તરફથી નિમાતા મેમ્બર અને કમિટીના ચેરમેન કુરુક્ષેત્ર યુનિ.ના
કુલપતિ સોમ નાથ સચદેવા છે.આ બંને યુનિ.ના નવા કુલપતિ માટે અરજી પ્રક્રિયાની
જાહેરાત પણ આપી દેવાઈ છે.
આગામી
ફેબુ્રઆરીમાં સૌરાષ્ટ્ર અને ગુજરાત યુનિ.ના ઉપકુલપતિઓની પણ ત્રણ વર્ષની ટર્મ પુરી
થઈ રહી છે ત્યારે નવા ઉપકુલપતિઓ પણ સરકાર દ્વારા નિમાશે.મહત્વનું છે કે આગામી
વર્ષમાં ચીલ્ડ્રન યુનિ.સહિતની રાજ્યની છથી સાત સરકારી યુનિવર્સિટીઓના નવા કુલપતિઓ
માટે પ્રક્રિયા થનાર છે તેમજ ઉપકુલપતિઓ પણ નવા નિમાનાર છે ત્યારે સરકાર હવે
કુલપતિઓ અને ઉપકુલપતિઓની નિમણૂંકોમાં નો રિપીટ થીયરી અપનાવશે કે કેમ તે પ્રશ્ન છે.
જે રીતે તમામ મંત્રીઓ સાથેની સરકાર જ બદલી દેવાઈ છે અને નો રિપીટ થીયરી સરકારની
તમામ મહત્વની નિમણૂકોમાં શરૃ કરાઈ છે ત્યારે યુનિવર્સિટીઓના કુલપતિની નિમણૂંકમા પણ
સરકાર નો રિપીટ થીયરી કરશે કે નહી તે હાલ પ્રશ્ન ઉચ્ચ શિક્ષણ જગતમાં ચર્ચાઈ રહ્યો
છે.
[ad_2]
Source link
Leave a Reply