[ad_1]
ભુજ,સોમવાર
રાજયમાં કોરોના સંક્રમણ ઘટયા બાદ સરકારે ધો.૬થી ૮ અને ધો.૧૦થી ૧૨ તાથા કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો પરંતુ ધો.૧થી ૫ માં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ હતુ ત્યારે દિવાળી વેકેશેનની પૂર્ણાહૂતિ બાદ આજાથી શરૃ થયેલા સત્રના પ્રારંભાથી જ ધો.૧થી ૫ની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્યની જાહેરાત કરાતા બાળકો શાળાએ પહોંચ્યા હતા. જો કે, વાલીની સહમતિ બાદ બાળકોને પ્રવેશ આપવાનો હોવાથી શાળા સંચાલકો દ્વારા આ અંગે વાલીઓને જાણ કરાઈ હતી.
કચ્છ જિલ્લામાં ધો.૧થી ૫ ના અંદાજે ૧.૭૦ લાખ બાળકો નોંધાયેલા છે. આ બાળકો પાંચેક મહિનાના લાંબા સમયગાળા બાદ હવે શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્યનો લાભ ઉઠાવશે. કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષાથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ગોરંભાઈ ગયુ છે. ત્યારે આજાથી ગુજરાતની સાથોસાથ કચ્છમાં પણ રાજય સરકારની ગાઈડ લાઈન અનુસાર ધો.૧થી ૫ ની તમામ સરકારી, ખાનગી શાળાઓમાં શિક્ષણ શરૃ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો.
કચ્છમાં ધો.૧થી ૫ની ૮૦૦ જેટલી પંચાયતી અને ખાનગી શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૃ થશે. જેમાં ૧.૭૦ લાખ બાળકો ૨૦ મહિના બાદ ભણવા પહોંચશે. રાજય સરકારના નિર્ણયને વાલીઓએ પણ આવકાર આપ્યો છે. આજે પ્રાથમ દિવસે વાલીઓ પણ સંમતિપત્ર આપવા શાળાઓમાં પહોંચ્યા હતા. શાળાઓમાં બાળકોને જોઈને શિક્ષકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળાઓના આચાર્ય-સ્ટાફ અને બાળકોને મીઠુ મોઢુ કરાવી આવકાર અપાયો હતો. માતૃશ્રી ભાણબાઈ પરબતભાઈ ગઢવી સંસ્કાર શીશુ મંદિર પ્રાથમિક શાળા આદિપુર ખાતે ઓફલાઈન શિક્ષણનો હરખભેર શાળાના આચાર્ય, શિક્ષક ગણ તાથા ટ્રસ્ટીઓની હાજરીમાં વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. ભારત દેશ, સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી સંપૂર્ણ નાબુદ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. કુનરીયામાં ૨૧ દિવસના દિવાળી વેકેશન બાદ પ્રાથમ દિવસે શિક્ષકો અને બાળકોને કંકુ તિલક કરી આવકારવામાં આવ્યા હતા. એસએમસીના સભ્યોની મીટીંગ રાખી તમામ સુવિાધા અને મુલ્યાંકન કરવામાં આવ્યુ હતુ.
આણંદસર(વિાથોણ) પ્રા.શાળામાં વિદ્યાર્થીઓને નોટ,પેન તેમજ ચોકલેટ, ચીકીનું વિતરણ બિનાકાબેન ગોસ્વામી તેમજ પ્રતીક્ષાબેન દ્વારા કરાયુ હતુ. આગામી દિવસોમાં કોવીડ પ્રોટોકોલનું ધ્યાન રાખી બાળકો પ્રવૃતિમય શિક્ષણ મેળવે એવા સુચનો કરવામાં આવ્યા હતા. પ્રાથમ દિવસે બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
[ad_2]
Source link
Leave a Reply