wife suicide on marriage anniversery: ફર્સ્ટ મેરેજ એનિવર્સરીના દિવસે જ પત્નીએ આપઘાત કર્યો, પતિ આઘાતમાં – alleged suicide of wife on first marriage anniversary in rajkot

[ad_1]

રાજકોટ: રાજકોટમાં પહેલી જ મેરેજ એનિવર્સરીના દિવસે પરિણીતાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના મહાદેવ વાડી મેઈન રોડ ઉપર રહેતા મૂળ ઉત્તરપ્રદેશના દંપતી મેરેજ એનિવર્સરીના દિવસે જ પત્નીએ આપઘાત કરતા ખુશીના માહોલમાં માતમમાં છવાઈ ગયો છે. જો કે, પત્નીના આપઘાત કરવા પાછળનું કારણ હજી સામે આવ્યું નથી. બનાવની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, લોખંડના કારખાનામાં મજૂરી કરતો ગોવિંદ શાહોની પત્ની ક્રિષ્નાપતિ પતિ કારખાને ગયા બાદ આપઘાત કરી લીધો હતો. ગોવિંદ શાહો અને ક્રિષ્નાપતિના લગ્નને સોમવારે જ એક વર્ષ પૂરું થયું હતું અને ફર્સ્ટ મરેજ એનિવર્સરી હોવાથી પતિએ પત્નીને બહાર ફરવા જવાનું પૂછ્યું હતું. પરંતુ તેણીએ ના પાડી હતી, બાદમાં ગોવિંદ સવારે નોકરીએ ચાલ્યો ગયો હતો અને સાંજે પાછો આવ્યો ત્યારે પત્નીને આપઘાત કરેલી હાલતમાં જોઈને પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

પત્નીને આ હાલતમાં જોતા જ પતિએ બૂમાબૂમ કરી હતી, જેથી આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરતા ટીમ આવી પહોંચી હતી અને તપાસ કરીને પરિણીતાને મૃત જાહેર કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર ગોવિંદ છેલ્લા 6 વર્ષથી કારખાનામાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને સોમવારે તેમની પહેલી મેરેજ એનિવર્સરી હતી. તે દિવસે જ પત્નીએ આપઘાત કરી લેતા ગોવિંદ અને પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

તો ઘટના અંગે સ્થાનિક પોલીસે પરિણાતાની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. તેમજ મોતનો ગુનો દાખલ કરીને પરિણીતાના આપઘાત પાછળનું કારણ જાણવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

[ad_2]

Source link