[ad_1]
Deepak Bhati | I am Gujarat | Updated: Nov 20, 2021, 7:50 AM
અમદાવાદ: બોપલના સન સ્કાય પાર્કમાં એક જ પરિવારમાં 4 કેસ પોઝિટિવ આવતા બીજો માળ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયો
પ્રતિકાત્મક તસવીર
હાઈલાઈટ્સ:
- અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 10 કેસ નોંધાયા
- બોપલના સન સ્કાય પાર્કમાં એક જ પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ
- તંત્ર દ્વારા પોઝિટિવ દર્દીઓના પાડોશીઓની તપાસ હાથ ધરવામાં આવી
કેટલાય વિસ્તારોમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન થતું નથી
AMCના હેલ્થ ખાતાના સૂત્રો મુજબ શહેરમાં કોરોનાને રોકવા માટે વેક્સિનેશન સહિત સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કનું પાલન કરાવામાં આવી રહ્યું છે. પરંતુ કેટલાય વિસ્તોરામાં કોરોના ગાઈડલાઈનનું પાલન ન થતું હોવાતું સંક્રમણ ઓછું થઈ રહ્યું નથી.
શરદી-ખાંસી હોય તો કોરોનાનો ટેસ્ટ કરાવવો જોઈએ
ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવારો બાદ હારો નાગરિકો વાયુ પ્રદુષણ, બેવડી ઋતું અને ખાણીપીણીના કારણે શરદી ખાંસીન બીમારીનું ભોગ બનવું પડ્યું છે, જેમાંથી કેટલાક લોકોની કોરોનાની અસર હોવા છતાંય તેમને કોરોના વેક્સિનને કારણે કોઈ ગંભીર લક્ષણો કે જોવા મળી રહ્યા નથી. જેથી જે પણ લોકોને શરદી ખાંસી અથવા ઉધરસ જેવા લક્ષણ હોય તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ.
બોપલમાં એક જ પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 10 કેસો નોંધાયા છે. જેમાંથી બોપલમાં એક જ પરિવારના 4 સભ્યોનો સમાવેશ થાય છે. સંક્રમણ વધુ ન ફેલાય તે માટે બિલ્ડિંગનો બીજો માળ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્ચો છે અને પોઝિટિવ દર્દીઓના પાડોશીઓની તપાસ કરવામાં આવી રહી છે.
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from Iam Gujarat, TIL Network
[ad_2]
Source link














Leave a Reply