[ad_1]
અમદાવાદ
ડિગ્રી
ઈજનેરીની ગત સમર એક્ઝામમાં બી.ઈ સેમ.૩ અને બી.ઈ સેમ.૫ની પરીક્ષામાં ૨૧૮ જેટલા વિદ્યાર્થીઓ માસ કોપીમાં પકડાયા હતા
અને આ તમામ વિદ્યાર્થીઓ બે કોલેજના હતા.જેઓનુ જીટીયુ દ્વારા ૨૮મીથી૨૯મી સુધી
હિયરિંગ રાખવામા આવ્યુ હતુ.
જીટીયુની ગત
ઉનાળુ સત્રની પરીક્ષામાં ડિપ્લોમા ઈજનેરી ઉપરાંત ડિગ્રી ઈજનેરીની પરીક્ષામાં પણ
માસ કોપીની મોટી ઘટના બની હતી.જેમાં બી.ઈ સેમેસ્ટર-૩ની પરીક્ષામાં પંચમહાલની ઓમ કોલેજના ૫૪ તેમજ બી.ઈ
સેમેસ્ટર-૫ના ૧૭ સહિત ૭૧ વિદ્યાર્થીઓ સામુહિક ચોરીમા પકડાયા હતા.આ ઉપરાંત ગોધરાની
એન્જિનિયરિંગ કોલેજ ઓફ તુવાના બી.ઈ સેમેસ્ટર-૩ના ૧૪૭ વિદ્યાર્થીઓને માસ કોપીમાં
પકડવામા આવ્યા હતા.આ તમામ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ તપાસતા એક સરખા જવાબો મળ્યા
હતા.જેને પગલે જીટીયુની યુએફએમ (અનફેરમીન્સ) કમિટી દ્વારા ૨૮મી અને ૨૯મી એમ બે
દિવસ સુનાવણી રાખવામા આવી હતી.
કુલ
૨૧૮વિદ્યાર્થીઓની સુનાવણીમાં કેટલાક વિદ્યાર્થીઓને ગઈકાલે અને કેટલાકને આજે
બોલાવાયા હતા.આ વિદ્યાર્થીઓને તેમના વાલી સાથે બોલાવવામા આવ્યા હતા અને સુનાવણી
કરવામા આવી હતી.સુનાવણી બાદ હવે થોડા
દિવસમાં યુએફએમ કમિટી દ્વારા સજા જાહેર કરાશે અને લગભગ મોટા ભાગે તમામ
વિદ્યાર્થીઓને માસ કોપી કેસ હેઠળ એક વર્ષની એટલે કે બે સેમેસ્ટર સુધી પરીક્ષાથી
બાકાત રાખવાની સજા અપાશે.આ બે કોલેજોમાંથી એક કોલેજ ભાજપના કોઈ આગેવાનની હોવાની
ચર્ચા છે. અગાઉ પણ ડિપ્લોમાની એક કોલેજના ૬૫થી વધુ વિદ્યાર્થીઓ માસ કોપી કેસમાં
પકડાયા હતા.
[ad_2]
Source link












