જામનગરની ફોરેસ્ટ કોલોનીમાં રહેતા ફોરેસ્ટના ડ્રાઈવરનું ઝેરી દવા પી લીધા પછી સારવારમાં મૃત્યુ

[ad_1]

જામનગર, તા. 28 ડિસેમ્બર 2021 મંગળવાર

જામનગરની ફોરેસ્ટ કોલોનીમાં રહેતા અને ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા ફોરેસ્ટ ના એક કર્મચારીએ ઝેરી દવા પી લીધા પછી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ આણંદના વતની અને હાલ જામનગરની ફોરેસ્ટ કોલોની માં રહેતા તેમજ ફોરેસ્ટ વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા વિક્રમસિંહ સદેસિંહ ચૌહાણ નામના 38 વર્ષના યુવાને ગત 22મી તારીખે ભૂલથી ઝેરી દવા પી લેતાં તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં ગઈ કાલે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું છે.

આ બનાવ અંગે મૃતકના પરિવારજનોને જાણ કરાતાં મૃતકના પિતા જામનગર આવી પહોંચ્યા હતા, અને પોલીસને જાણ કરી હતી. જેથી સીટી બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જે મૃતદેહને તેના વતનમાં લઈ જવાયો છે.

[ad_2]

Source link