જામજોધપુરના વાસળીયાની પરણિતાને સાસરિયાઓએ ઘરમાંથી હાંકી કાઢતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ

[ad_1]

જામનગર, તા. 28 ડિસેમ્બર 2021 મંગળવાર

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામમાં રહેતી એક પરિણીતાને તેના શ્વસુર પક્ષના સભ્યોએ મારકૂટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢતાં તેણીએ પોતાના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરના વાસજાળીયા ગામમાં રહેતી નીતાબેન લીલાભાઈ વીસાણા, કે જેના લગ્ન જૂનાગઢમાં રહેતા જયેન્દ્ર નાગાભાઈ ચાવડા સાથે થયા હતા. જે લગ્નની શરૂઆતના સારી રીતે રાખ્યા પછી તાજેતરમાં નીતાબેન ને તેના સાસરિયાઓએ મારકૂટ કરી, ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હતી.

જેથી તેણી પોતાના માવતરે વાંસજાળીયા રહેવા માટે આવી ગઈ હતી, અને જામજોધપુર પોલીસ મથકમાં પોતાના પતિ જયેન્દ્ર નાગાભાઈ ચાવડા, ઉપરાંત સસરા નાગાભાઈ ઉકાભાઈ ચાવડા, સાસુ સુંદરબેન નાગાભાઈ ચાવડા, અને દિયર જયેશ નાગાભાઈ ચાવડા સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે તમામ સાસરીયાઓ સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી તપાસનો દોર જુનાગઢ સુધી લંબાવ્યો છે.

[ad_2]

Source link